Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લાનાં હનવતચોંડ ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવાસ મળતા પરિવારમાં ખુશહાલી છવાઇ

  • August 24, 2022 

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં હનવતચોંડ ગામના લાભાર્થી મંગીબેન રાજેશભાઇ પવારને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવાસ મળતા પરિવારમાં ખુશહાલી છવાઇ છે. તેમને PM આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત રૂ.1.20 લાખની સહાય મળી છે. પહેલા કાચા મકાનમાં નિવાસ કરતા મંગીબેન હવે પાકા મકાનમા પરિવાર સાથે નિવાસ કરી રહ્યા છે. મંગીબેન પવાર જણાવે છે કે, તેઓની નબળી પરિસ્થિતિ હતી, તેઓ પાકુ મકાન બાંઘી શકવાની હાલતમા હતા નહી, પરંતુ સરકારની સહાય મળતા તેઓ પાકુ મકાન બાંઘી શક્યા છે. હવે પરિવાર સાથે તેઓ પાકા મકાનમા નિવાસ કરે છે.




કાચા મકાનમાં પહેલા સતત ભેજવાળા નિવાસમાં બીમારીઓનો ભોગ બનવુ પડતુ હતુ. પરંતુ હવે પાકા મકાનમા ચોમાસાના વરસાદ અને ભેજવાળા નિવાસથી રાહત થઇ છે. અન્ય એક આ ગામના જ લાભાર્થી સુનિલભાઇ કરસનભાઇ દળવી જણાવે છે કે, તેઓનુ પહેલા કાચુ મકાન હતુ પરંતુ, પ્રધાનમંત્રી આવાસ યોજનામા આવાસ મળતા તેઓ પાકુ મકાન બનાવી શક્યા છે. તેઓ પણ હવે પરિવાર સહિત ખુશ છે.




2020-21 વર્ષમા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અરજી મંજૂર થતા પાકુ આવાસ બનાવવા માટે તેઓને રૂ.1.20 લાખની સહાય મળી હતી. સરકાર દ્વારા મળેલી મકાન સહાય બદલે તેઓ સરકારનો આભાર વ્યક્ત કરે છે. આજે તેઓ પરિવાર સાથે સુરક્ષિત અને સલામતીભર્યા આવાસમા નિવાસ કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application