314 ચોખાના દાણા પર ગુજરાતીમાં હનુમાન ચાલીસા લખ્યા ઉમરાળાના આ કલાકારની સફળતાની ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધ લેવાઈ છે, ઉમરાળા તાલુકાના અલમપર ગામના યુવાનમાં એક ગજબની કલા છે.તેણે લાલ બોલપેનથી ચોખાના દાણાઓ ઉપર હનુમાન ચાલીસા લખીને અદભુત કાર્ય કર્યું નોંધ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્રારા લેવામાં આવી છે. જેની છે. તેણે સમગ્ર ગોહિલવાડનું અને ગુજરાત રાજ્યનું ગૌરવ પોતાની સિદ્ધિથી વધાર્યું છે.
તેણે સૌ લગધીરસિંહ ખેંગારસિંહ ગોહિલ નામના આ યુવાને જણાવ્યું કે,મેં બે રૂપિયા વાળી જે નોર્મલ પેન આવે છે તેનાથી જ લેખન કાર્ય કર્યું છે. હનુમાન ચાલીસા લખવા માટે સતત અઢી દિવસ માટે હું ભેખ ધરીને બેસી ગયો હતો. મેં કોઈ પણ પ્રકારનો બીલોરી કાચ કે માઈક્રો પેનનો ઉપયોગ કરેલ નથી. રોજિંદા વપરાશની સાદી લાલ બોલ પેનથી જ મારી કૃતિ પુર્ણ કરેલ છે. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ ઉપરાંત ગુજરાત બુક ઓફ રેકોર્ડ અને મેજીક બુક ઓફ રેકોર્ડમાં પણ આ લગધીરની સિદ્ધિને સ્થાન આપવામાં આવ્યું છે.ધોરણ 12 કોમર્સ 2017માં પુર્ણ કર્યા બાદ ઈતિહાસ વિષયમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને ધોળકાની આર.વી.શાહ કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં વર્ષ 2021માં આર્ટ ટીચર ડિપ્લોમા પૂર્ણ કરેલ છે. આ કલાકારે ચોખાના દાણા પર હનુમાન ચાલીશા ગુજરાતી ભાષામાં પોતાની કલ્પનાને સિદ્ધ કરી દર્શાવી છે આ અડેક અદ્ભૂત સફળતા છે. જેની નોંધ ઈન્ડીયા બુક ઓફ રેકોર્ડમાં પણ લેવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application