હવે ઇઝરાયલે આ અંગે નિર્ણય લેવાનો બાકી છે. ઈઝરાયેલના અનેક વિનાશક હુમલાઓથી તબાહ થયેલા હમાસે યુદ્ધ વિરામની તમામ શરતો સ્વીકારવાની જાહેરાત કરી હતી, હમાસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેણે કતાર અને ઇજિપ્તને પણ આ નિર્ણય વિશે જાણ કરી છે, જેઓ હમાસ અને ઇઝરાયેલ વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરી રહ્યા હતા. જો કે તેની સ્થિતિ શું હશે અને પેલેસ્ટાઈન અને ઈઝરાયેલના બંધકોનું શું થશે તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી.
હમાસે તેની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરેલા નિવેદનમાં, યુદ્ધ વિરામની તમામ શરતો સ્વીકારવાની પુષ્ટિ કરી છે. હમાસના નેતા ઈસ્માઈલ હનીયેહનું કહેવું છે કે, કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ અબ્દુલ રહમાન અલથાની અને ઈજિપ્તના મંત્રી અબ્બાસકામેલ સાથેની ટેલિફોન વાતચીતમાં આ માહિતી આપવામાં આવી છે. હમાસે યુદ્ધ વિરામની તમામ શરતો સ્વીકારી લીધી હોવાની જાહેરાત કર્યા બાદ મધ્ય ગાઝામાં ખુશીનો માહોલ છે. લોકો નાચી રહ્યા છે. જો કે તેઓ હજુ સુધી તેઓ જાણતા નથી કે આ યુદ્ધવિરામ તેમના માટે કેટલુ લાભદાયી છે, તેમ છતાં યુદ્ધ વિરામની જાહેરાત ગાઝાના લોકોને રાહત તરીકે આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500