Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતનાં ચૌટા બજારમાં દબાણ દુર કરવાના અડધો કલાક બાદ ફરી દબાણ થઈ ગયા

  • December 07, 2023 

સુરતનાં પાલ RTO-સુરત ડુમસ રોડ સહિત અનેક ઝીરો દબાણ રૂટ પરનાં દબાણ દૂર કરવાની કામગીરી ચૌટા બજારના ઝીરો બજારમાં આવીને ઠંડી પડી ગઈ છે. મોટા ઉપાડે પાલિકાએ ઝીરો દબાણ રૂટ પર દબાણ દુર કરવાની જાહેરાત કરી છે અને કામગીરી પણ થઈ રહી છે. જોકે દબાણ માટે કુખ્યાત ચૌટા બજારમાં પાલિકાની ટીમ પહોંચી તે પહેલાં જ દબાણની ટીમ આવે છે ની બાતમી લીક થતાં ગણ્યા ગાંઠ્યા દબાણ પાલિકાએ દૂર કર્યા હતા. જોકે, આ દબાણ દુર કર્યાના અડધા કલાકમાં જ ચૌટા બજાર દબાણનું પાછુ બની ગયું હતું. સુરત પાલિકાએ મોટા ઉપાડે ઝીરો દબાણ રૂટ પર દબાણ દુર કરવાની કામગીરી મોટા ઉપાડે શરૂ કરી હતી.



સુરત ડુમસ રોડ અને પાલ RTO સહિત અનેક ઝીરો દબાણ રૂટ પર પાલિકાએ આક્રમક કામગીરી કરીને દબાણ દુર કરી દીધા હતા. જેના કારણે જે વિસ્તારમાં દબાણ થયા હતા તે વિસ્તારના લોકોને રાહત થઈ હતી. પરંતુ પાલિકાની દબાણ દુર કરવાની કામગીરીની ચૌટા બજારમાં હવા નીકળી ગઈ હતી. પાલિકાની ટીમ ચૌટા બજારમાં દબાણ દુર કરવા જાય તે પહેલાં જ પાલિકાની કામગીરીની બાતમી લીક થઈ ગઈ હતી. જેના કારણે લારી-ગલ્લાવાળાઓ દ્વારા રસ્તા પરથી દબાણ હટાવી લેવામાં આવ્યા હતા.



જેના કારણે પાલિકાની ટીમને દબાણ હટાવવામાં નિષ્ફળતા મળી હતી અને જેટલા દબાણ હતા તે દબાણ દૂર કરીને સંતોષ માન્યો હતો. જોકે, પાલિકાની ટીમે ચૌટા બજારમાંથી વિદાય લીધી તેનો અડધો કલાકમાં જ પહેલા કરતાં વધુ દબાણ કરીને માથાભારે દબાણ કરનારાઓએ પાલિકાની દબાણ દુર કરવાની કામગીરીને ચેલેન્જ કરી હોય તેવું લાગી રહ્યું છે. પાલિકાના કેટલાક કર્મચારીઓ ચૌટા બજારનાં દબાણને પ્રોત્સાહન આપી રહ્યાં છે તેના કારણે સ્થાનિકોની હાલત કફોડી થઈ રહી છે. માથાભારે તત્વો દ્વારા ચૌટા બજારમાં અડધાથી વધારે રસ્તા પર કબ્જો કરી લેવામાં આવતાં ટુ વ્હીલર ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application