Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

HPએ 6,000 કર્મચારીઓનો ઘટાડો કરશે, હાલ કંપની પાસે છે 50,000થી વધુ કર્મચારીઓ

  • November 24, 2022 

મેટા, ટ્વિટર અને એમેઝોન બાદ હવે વધુ એક ટેક કંપનીએ નોકરીઓ કાપવાનો નિર્ણય લીધો છે. લેપટોપ અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદક હેવલેટ પેકાર્ડ એટલે કે, HP Inc. લગભગ 6,000 લોકોને દૂર કરી શકે છે. આ તેના કુલ કર્મચારીઓનાં લગભગ 12 ટકા છે. HP પાસે હાલમાં 50,000થી વધુ કર્મચારીઓ છે. જોકે, કંપનીની છટણી યોજના 2025 સુધીમાં પૂર્ણ થવાની છે. કોરોના મહામારી દરમિયાન પીસી અને લેપટોપ સેગમેન્ટમાં જોરદાર તેજી જોવા મળી હતી. જોકે, હવે વેચાણમાં ઘટાડો થયો છે, જેના કારણે HPએ કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. મોંઘવારી અને વૈશ્વિક બજારમાં મંદીની ચિંતા પણ નોકરીમાં કાપનું એક કારણ હોઈ શકે છે.



HPએ જણાવ્યું હતું કે, ચોથા ક્વાર્ટરમાં આવક વાર્ષિક ધોરણે 0.8 ટકા ઘટીને 14.80 બિલિયન ડોલર થઈ છે. પર્સનલ સિસ્ટમ્સ સેગમેન્ટમાં આવક, જેમાં PC નો સમાવેશ થાય છે, તે 13 ટકા ઘટીને 10.3 બિલિયન ડોલર થઈ ગયો છે. પ્રિન્ટિંગ આવક 7 ટકા ઘટીને 4.5 બિલિયન ડોલર થઈ. HP પહેલાં, ટ્વિટરે તેના લગભગ 50 ટકા કર્મચારીઓને બરતરફ કર્યા છે, જ્યારે મેટાએ તેના ઇતિહાસમાં સૌથી મોટી છટણીમાં 11,000 લોકોને દૂર કર્યા છે. એમેઝોનમાં પણ 10,000થી વધુ કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. એમેઝોને જ માહિતી આપી છે કે, છટણી આવતા વર્ષ સુધી ચાલુ રહેશે.




ગયા દિવસે સમાચાર આવ્યા હતા કે, ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ 10,000 કર્મચારીઓની છટણી કરી શકે છે. એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. બજારની સ્થિતિ અને ખર્ચમાં કાપને કારણે આવું કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, ગૂગલ મેનેજર્સને 'અંડર પરફોર્મિંગ' કર્મચારીઓનું વિશ્લેષણ અને રેન્કિંગ કરવા માટે કહેવામાં આવ્યું છે. મંદીની શરૂઆતમાં, કંપનીઓને ઓછી માંગ, ઘટતો નફો અને ઊંચા દેવાનો સામનો કરવો પડે છે, ઘણી કંપનીઓ ખર્ચ ઘટાડવા માટે કર્મચારીઓની છટણી કરવાનું શરૂ કરે છે. વધતી જતી બેરોજગારી એ મંદીને વ્યાખ્યાયિત કરતા ઘણા સૂચકાંકોમાંનું એક છે. મંદીમાં ગ્રાહકો ઓછો ખર્ચ કરે છે અને ઔદ્યોગિક ઉત્પાદન ધીમુ પડે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application