Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુરુગ્રામના ડી.એ.એલ.એફ. સાયબર સિટીમાં નાણાં બમણા કરી આપનાર રેકેટનો પર્દાફાશ, દિલ્હી પોલીસે કરી પાંચ આરોપીઓની ધરપકડ

  • September 29, 2023 

મોબાઇલ પર 21 દિવસમાં નાણા બમણા, રોકાણ પર દસ ગણું રિટર્ન જેવા અનેક મેસેજ આવતા હોય છે. અનેક લોકો મેસેજ જોઇને લાલચમાં પડી જાય છે અને છેતરપિંડીનો ભોગ બની જાય છે. લોકોને ફસાવવા માટે આવું જ એક મોટું રેકેટ ગુરુગ્રામના ડીએએલએફ સાયબર સિટીમાં ચાલી રહ્યું હતું. રેકેટ ચલાવનાર બીટેક થયેલ 33 વર્ષીય વિવેક કુમાર UPSCની તૈયારી કરી રહ્યો છે. વિવેકે 125 કરોડ રૂપિયાની છેતરપિંડીને અંજામ આપ્યો છે. દિલ્હી પોલીસે આ કેસમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર આ ગેંગ રોકાણના નામે લોકો સાથે છેતરપિંડી કરતી હતી.



વિવેક ઉપરાંત પોલીસે 23 વર્ષીય મનીષ કુમાર, 32 વર્ષીય સુહેલ અકરમ, 23 વર્ષીય ગૌરવ શર્મા અને 32 વર્ષીય બલરામની પણ ધરપકડ કરી છે. નાણા વધારવાનું વચન આપનાર આ ગેંગ છેલ્લા બે દાયકાથી એક્ટિવ છે. પોલીસે જણાવ્યું હતું કે, આ ગેંગે 125 કરોડ રૂપિયાથી વધુની લેવડદેવડ કરી છે. પાંચેય આરોપીઓની ધરપકડ પછી પોલીસ ફક્ત 1.2 કરોડ રૂપિયા જ જપ્ત કરી શકી છે. મુખ્ય આરોપીના તાર દુબઇ અને ફિલિપાઇન્સની ગેંગ સાથે પણ જોડાયેલ છે. તપાસમાં સામે આવ્યું છે કે લેવડદેવડ કરવા માટે છેતરપિંડી કરનારાઓએ બિઝનેસ એકાઉન્ટ અને નકલી કંપનીઓ બનાવી હતી.



અનેક લોકોને શિકાર બનાવનાર આ ગેંગનો એ સમયે પર્દાફાશ થયો આશીષ નામની એક વ્યકિતએ પોલીસને ફરિયાદ કરી જણાવ્યું હતું કે, તેને મેસેજ આવ્યો હતો કે જેમાં રોકાણ કરી સારા રિટર્નનું વચન આપવામાં આવ્યું હતું. આશીષ લાલચમાં આવી ગયો અને તે રોકાણ માટે તૈયાર થઇ ગયો હતો. શરૂઆતમાં વિશ્વાસ જીત્યા પછી આરોપીએ તેને રિટર્ન પણ આપતો રહ્યો પણ જ્યારે આશિષે 30 લાખ રૂપિયા આપી દીધા તો આરોપીએ તેની સાથેના તમામ સંપર્ક તોડી નાખ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application