Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોમાલિયાની રાજધાની મોગાદિશુની હોટલ પર બંદૂકધારીઓનો હુમલો

  • November 28, 2022 

સોમાલિયાની રાજધાનીમાં એક હોટલ પર કેટલાક બંદૂકધારીઓએ હુમલો કર્યો છે. એક ઉગ્રવાદી આતંકવાદી જૂથ અલ શબાબે હોટલ પર હુમલાની જવાબદારી સ્વીકારી છે. હુમલામાં જાનહાનિનાં અહેવાલો પણ મળ્યા છે. સુરક્ષા દળોએ હોટલની ઘેરાબંધી કરી છે જે હજુ પણ ચાલુ છે. પોલીસે જણાવ્યું હતું કે, આત્મઘાતી વેસ્ટ પહેરેલા બંદૂકધારીઓએ રવિવારે સોમાલિયાની રાજધાનીમાં સરકારી અધિકારીઓમાં લોકપ્રિય હોટેલ પર હુમલો કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આ હુમલામાં માર્યા ગયેલા લોકો વિશે તાત્કાલિક કોઈ માહિતી નથી મળી શકી.



પરંતુ સુરક્ષા દળોએ વિલા રોઝ હોટલમાંથી મત્સ્યોદ્યોગ મંત્રી સહિત ડઝનેક નાગરિકો અને અધિકારીઓને બચાવી લેવામાં આવ્યા છે. જેઓ હુમલા સમયે હોટલની અંદર ફસાયેલા હતા. આતંકી સંગઠન અલ શબાબે આ હુમલાની જવાબદારી લીધી છે. આતંકવાદી જૂથે એમ પણ કહ્યું કે, તેના લડવૈયાઓ સોમાલિયાના રાષ્ટ્રપતિ મહેલ પર હુમલો કરી રહ્યા છે જે હોટલની નજીક છે. હોટેલ પર હુમલો કરનારા હુમલાખોરોની સંખ્યા તાત્કાલિક સ્પષ્ટ થઈ શકી નથી. ઉગ્રવાદી આતંકવાદી જૂથે ઘણીવાર એવી હોટેલોને નિશાન બનાવી છે જ્યાં સરકારી અધિકારીઓ ભેગા થાય છે અથવા મોટાભાગે હાજર રહેતા હોય છે.




એવું કહેવામાં આવ્યું હતું કે, વિલા રોઝ હોટેલની ઘેરાબંધી રવિવારે મોડી રાત સુધી ચાલુ હતી. હોટેલ પર આતંકવાદી હુમલો શરૂ થતાં જ બે જોરદાર વિસ્ફોટ અને ભારે ગોળીબાર સંભળાયો હતો. પોલીસે પત્રકારોને જણાવ્યું હતું કે, કેટલાક સરકારી અધિકારીઓને બારીમાંથી ભાગ્યા બાદ બચાવી લેવામાં આવ્યા હતા. બચાવી લેવામાં આવેલા લોકોમાં દેશના મત્સ્યોદ્યોગ મંત્રી અબ્દિલાહી બિધાન વારસામે અને સીનેટર દુનિયા મોહમ્મદ પણ સામેલ હતા. સ્થાનિક મીડિયાના અહેવાલો પ્રમાણે આંતરિક સુરક્ષા મંત્રી મોહમ્મદ દુદિશે હુમલામાં ઘાયલ થયા છે. જો કે, તેની સત્યતાની પુષ્ટિ નથૂ થઈ શકી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application