મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં ગુણસદા ગામનાં સી.પી.એમ. કોલોનીમાં એક સાથે બે બંધ રૂમનાં તાળા તૂટ્યા જેમાં અજાણ્યા ચોર ઈસમે રૂમમાં મુકેલ લોખંડનાં કબાટનું લોકર તોડી તેમાંથી સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ રૂપિયા 1.73 લાખની ચોરી થતાં ઉકાઈ પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, સોનગઢનાં ગુણસદા ગામનાં સી.પી.એમ. કોલોનીનાં રૂમ નંબર H/31માં રહેતા તૃપ્તિબેન અરવિંદભાઈ ભાવસાર નાંઓ ગત તારીખ 11/04/2024નાં રોજ પોતાના રૂમને તાળું મારી તેમના પતિ અરવિંદભાઈ ભાવસાર સાથે મતદાન કરવા માટે અને વેકેશન હોવાથી તેમના મૂળ વતન ઈન્દોર ખાતે ગયા હતા.
જોકે તેમનું બંધ રૂમ જોઈ કોઈ અજાણ્યો ઈસમ ગત તારીખ 18/05/2024થી 19/05/2024નાં સમય ગાળા દરમિયાન રૂમનો દરવાજો કોઈ નકુચો સાધનો વડે તોડી રૂમમાં પ્રવેશ કરી રૂમમાં મુકેલ લોખંડનાં કબાટનું લોકર તોડી તેમાંથી સોનાની ચેઈન ગોલ્ડ વ્હાઈટ રેડીયમવાલી એક તોલાની, સોનાની બંગળી 2 નંગ, સોનાની લેડીઝ વીંટી, સોનાના પેન્ડલ 3 નંગ, સોનાની નાકમાં પહેરવાની નોઝલ પીન અડધા ગ્રામની, માથા ઉપર પહેરવાનો સોનાનો ટીકો, સોનાના મંગળસૂત્રનાં મોતી 9 નંગ અને ચાંદીની ચેઈન એક તોલાની મળી કુલ રૂપિયા 1,73,000/-ની ચોરી થઈ હતી.
જયારે કોલોનીનાં H/5માં રહેતા જાગૃતિબેન મહાવીરભાઈ ગાંધીઓના રૂમમાં પણ ચોરી થયાનું માલુમ પડ્યું હતું. બનાવ અંગે તૃપ્તિબેન અરવિંદભાઈ ભાવસાર નાંએ તારીખ 20/05/2024નાં રોજ ઉકાઈ પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500