સંકલ્પ સપ્તાહને અનુલક્ષીને એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત ભદામ ટેકરા આંગણવાડી કેન્દ્ર ખાતે યોજાયેલા પોષણ મેળાની ઉજવણી પ્રસંગે નર્મદા જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામકના માર્ગદર્શન હેઠળ કર્મઠ કર્મયોગી દ્વારા સરકારશ્રીની જનહિતલક્ષી યોજનાઓ અંગે માહિતગાર કરવા માટે વિનામૂલ્યે ગુજરાત પાક્ષિકનું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, માહિતી વિભાગ દ્વારા તૈયાર કરાયેલા સાહિત્યનું જાહેર કાર્યક્રમોમાં, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા વિવિધ કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.
જિલ્લાના નાગરિકોને પણ વિવિધ યોજનાઓની જાણકારી પ્રચાર સાહિત્યથી સુલભ અને સરળ મળી રહે તેવી સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. સરકારશ્રીની વિવિધ યોજનાકીય માહિતી ગુજરાત સહિત બહુલ વસ્તી ધરાવતા નર્મદા જિલ્લાના હજારો લોકો સુધી પહોંચે તે માટે માહિતી નિયામકશ્રીની કચેરી દ્વારા પ્રકાશિત થતી સરકારશ્રીની સિધ્ધિઓ-ઉપલબ્ધીઓ, કામગીરી, પ્રજાલક્ષી ઝુંબેશો, કાર્યક્રમો, સરકારશ્રીની અનેકવિધ લોકકલ્યાણકારી યોજનાઓ સહિત વિશેષ લેખોને સમાવી લેતા ગુજરાત પાક્ષિકનું આ કાર્યક્રમમાં વિતરણ કરવાની સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. સરકાર અને પ્રજા વચ્ચે સેતુરૂપ કામગીરી કરવામાં આવી રહી છે. જેનો લાભ ગામેગામની જનતાને મળી રહ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500