Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાતી ફરજીયાતનું બિલ વિધાનસભામાં સર્વાનુમતે પસાર,નહીં ભણાવો તો સજા અને દંડ, થશે લાયસન્સ રદ્દ

  • March 01, 2023 

ગાંધીનગર વિધાનસભામાં ગુજરાતી ભાષાના શિક્ષણ અંગેનું બિલ વિધાનસભાની અંદર સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. કોંગ્રેસ અને આપ પાર્ટીએ પણ આ બિલને ટેકો આપ્યો હતો. ધોરણ 1થી 8માં જો ફરજીયાત ગુજરાતી નહીં ભણાવવામાં આવે તો સજા, દંડ અને લાયસન્સ શૈક્ષણિક સંસ્થાના રદ કરવામાં આવશે. તે પ્રકારચની જોગવાઈઓ કરવામાં આવી છે.


કેટલીક સ્કૂલો ગુજરાતી ભાષામાં વિદ્યાર્થીઓને ના ભણાવતી હોવાની રાવ ઉઠી હતી ત્યારે આ બિલ રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવ્યું હતું. સર્વાનુમતી સાથે બિલ વિધાનસભામાં પસાર થયું હતું. ધોરણ 1થી 8ની અંદર ગુજરાતીમાં વિદ્યાર્થીઓને ના ભણાવતી સ્કૂલો સામે કાર્યવાહી કરવામાં આવશે.શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે કહ્યું કે, માતૃભાષાના વારસો જળવાઈ રહે તે જરુરી છે. ગુજરાતી ભાષા એ આપણી ઓળખ છે. ભાષાથી વિચારોનું આદાન પ્રદાન થાય છે. તેમ તેમણે કહ્યું હતું.



આ જોગવાઈઓ કરવામાં આવી

પ્રથમ વખત નિયમનું પાલન ના કરે તો 50 હજાર સુધીનો દંડ

બીજી વખત 1 લાખ સુધીનો દંડ કરવામાં આવશે.

ત્રીજી વખત 2 લાખ સુધીનો દંડ કરવામાં આવશે.

ત્રણ વખતથી વધુ વખત નિયમનું ભંગ થતા સ્કૂલોનું લાયસન્સ રદ કરવા સુધીની જોગવાઈ.

નિયમ પ્રમાણે દંડ અને સજાની જોગવાઈઓ.

સ્કૂલો અભ્યાસ શરુ ના કરે તો સજા પહેલા રજૂઆત સાંભળવાની રહેશે.

બિન ગુજરાતી વિદ્યાર્થીઓના માતા-પિતાના કારણો સાથે અપાશે મુક્તિ.

દંડની રકમમાં વધારો ઘટાડો અધિકારી દ્વારા કરાઈ શકાય છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application