ટ્રેકીંગ, રોક ક્લાઇમ્બીંગ, પેરાસેઇલીંગ, રીવર રાફ્ટીંગ, રેપ્લીંગ, સ્નો સ્કીઇંગ, રાઈફલ શુટીંગ, આર્ચરી, કાયાકીન્ગ અને સ્વીમીંગ સહિતની એડવેન્ચરની પ્રવૃત્તિઓમાં રસ ધરાવતા રાજ્યના સાહસિક યુવક/યુવતીઓને ‘‘નેશનલ એડવેન્ચર ફેસ્ટીવલ-૨૦૨૧’’માં જોડાવા રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનરશ્રીની યાદીમાં જણાવાયુ છે.
ચંદીગઢ ખાતે યોજાનાર આ ૨૭માં ‘‘નેશનલ એડવેન્ચર ફેસ્ટીવલ-૨૦૨૧’’ માં જોડાવા ઇચ્છુક એડવેન્ચર એક્ટીવીટીઝ સાથે સંકળાયેલા ૧૫ થી ર૯ વર્ષના કુલ–૨૦ યુવા સાહસિકોને સરકારશ્રીના ખર્ચે લઇ જવામાં આવશે અને તે માટે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતે અરજીઓ મંગાવવામાં આવી છે. યાદીમાં વધુમાં જણાવ્યાનુંસાર આ માટે નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. અરજીનો નમૂનો આ કચેરીની વેબસાઇટ https://commi-synca.gujarat.gov.in/application-forms પરથી મેળવીને જરુરી દસ્તાવેજો સાથે મોકલવાની રહેશે.
સાહસિક પ્રવૃત્તિ અંગેની પ્રાથમિક જાણકારી હોવી જરૂરી છે અને સાહસિક પ્રવૃત્તિમાં ભાગ લીધો હોય તેના પ્રમાણપત્રો સામેલ રાખી અરજી કરવાની રહેશે. આ કાર્યક્રમમાં સાહસિકે પોતોના જોખમે જોડાવાનું રહેશે. રહેઠાણનો પુરાવો અને ઓળખનો પુરાવો અરજી સાથે સામેલ કરવાનો રહેશે.
કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બ્લોકનં. ૧૧/૩જો માળ, ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર ખાતે તા.૨૪/૧૨/૨૦૨૦ કચેરી સમય સુધીમાં અરજી મળી રહે તે રીતે સહાયક નિયામકશ્રી (સાહસ)ના નામે મોકલી આપવાની રહેશે. જેમાં ૧, અરજી પત્રક ૨, ઓળખનો પુરાવો. 3, રહેઠાણનો પુરાવો ૪, મેડીકલ સર્ટીફિકેટ ૫, એડવેન્ચર પ્રવૃત્તિઓના પ્રમાણપત્રો ૬, વાલીનું સંમતિ પત્રક અને ૭, બાંહેધરી પત્રક (પોતાના જોખમે જોડાવા અંગેનું) સહિતના દસ્તાવેજો જોડી અરજી કરવાની રહેશે તેમ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનરની યાદીમાં જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500