Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Gujarat : અકસ્માતને જોવા ઉભેલા ટોળા પર કાર ફરી વળી, 9 લોકો મૃત્યુ પામ્યા

  • July 20, 2023 

ક્યારેક ક્યારેક તમે હાઈવે પરથી પસાર થતાં જોયું હશે કે કોઈનું અકસ્માત થઈ જાય તો લોકો ટોળે ટોળા ફરી વળે છે. જોકે અમદાવાદના પ્રસિદ્ધ વિસ્તાર ઈસ્કોનમાં આ રીતે લોકોને ભીડ એકઠી કરવી ભારે પડી. એક દુઃખદ સમાચાર અનુસાર શહેરના ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માતમાં 9 લોકો મૃત્યુ પામ્યાના અહેવાલ મળી રહ્યા છે.

અકસ્માતને જોવા ઉભેલા ટોળાને કચડી નાંખ્યા હતા.

અમદાવાદ શહેરમાં ઇસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં નવ લોકોના મોત નીપજ્યા છે. આ ઉપરાંત 20 જેટલા લોકો ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે. આ ગોઝારા અકસ્માતમાં બે પોલીસ કર્મી સહિત નવ લોકોના મોત નીપજતા ચકચાર મચી ગઇ છે. એસયુવી કાર (થાર) અને ડમ્પર વચ્ચે ટક્કર થયા બાદ જેગુઆર કાર પણ ત્યાં અથડાઇ હતી. આ જેગુઆર કાર અને ડમ્પરના અકસ્માતને જોવા ઉભેલા ટોળાને કચડી નાંખ્યા હતા.

મૃતકોનાં પરિવારમાં આઘાત સાથે આક્રંદ છવાઇ ગયું

મળતી માહિતી પ્રમાણે, જેગુઆર કાર આશરે 160ની પૂરપાટ સ્પીડે આવી હતી. આ સ્પીડે આવતી કારે પહેલો અક્સમાત જોનારા લોકોને કચડી નાંખ્યા હતા. આ લોકો 30 ફૂટ સુધી ફંગોળાયા હતા. આ અકસ્માત બાદ લોકોની ચીચયારોથી આખો વિસ્તાર ગમગીન બની ગયો હતો. આ અકસ્માતના ઇજાગ્રસ્તોને સારવાર માટે સોલા સિવિલ અને સિમ્સ હોસ્પિટલ ખસેડાયા છે. હાલ તેઓની સારવાર ચાલી રહી છે.પોલીસે આપેલી માહિતી પ્રમાણે, પહેલો અકસ્માત બુધવારે રાતે થયો હતો. જે બાદ જેગુઆર કારે અકસ્માત સર્જ્યો હતો.આ અકસ્માતના મૃતકોનાં પરિવારમાં આઘાત સાથે આક્રંદ છવાઇ ગયું છે. આ પરિવારોની એક જ માંગ છે કે, તેમના સ્વજનોનાં મોતને ન્યાય મળે અને એસયુવીમાં જે હતા તેમને સજા મળે.

મૃતકોનાં નામ

(1) નિરવ રામાનુજ (ઉંમર- 22 -ચાંદલોડિયા) (2) અમન કચ્છી (ઉંમર 25 - સુરેન્દ્રનગર) (3) કૃણાલ કોડિયા (ઉંમર 23 વર્ષ - બોટાદ) (4) રોનક રાજેશભાઇ વિહલપરા (ઉંમર 23 - બોટાદ) (5) અરમાન અનિલ વઢવાનિયાં - (ઉંમર 21 સુરેન્દ્રનગર) (6) અક્ષર ચાવડા - (ઉંમર 21 બોટાદ) (7) ધર્મેન્દ્રસિંહ -40 વર્ષીય ઉંમર ટ્રાફિક SG2 પોલીસ સ્ટેશન,પોલીસકર્મી (8) નિલેશ ખટિક - ઉંમર 38 વર્ષીય, જીવરાજ પાર્ક હોમગાર્ડ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરજ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application