Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાતમાં આજથી પેપરલેસ વિધાનસભાનો પ્રારંભ થયો, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ ઈ-વિધાનસભાનું લોકાર્પણ કર્યું

  • September 13, 2023 

ગુજરાતમાં આજથી પેપરલેસ વિધાનસભાનો પ્રારંભ થયો છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ ઈ-વિધાનસભાનું લોકાર્પણ કર્યું છે. ડિજિટલ બનેલી વિધાનસભામાં રાષ્ટ્રપતિએ NeVa એપ્લિકેશન પણ લોન્ચ કરી હતી. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાષ્ટ્રપતિનું સ્વાગત-અભિવાદન કર્યું હતું. રાષ્ટ્રપતિએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમના કાર્યકાળના બે વર્ષ પૂર્ણ કરવાની શુભેચ્છા પાઠવી હતી. રાષ્ટ્રપતિએ ઈ-વિધાનસભાનું લોકાર્પણ કર્યા બાદ પોતાનું વક્તવ્ય આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતનું ભવિષ્ય ઉજવળ છે. હંમેશા ગુજરાતે ભારત અને ભારતવાસીઓના ભવિષ્યની સાથે પોતાના ભવિષ્યને જોયું છે. ગુજરાતની સ્થાપના અને તે પછી વિધાનસભાએ જોયેલા ઉતાર-ચઢાવની વાત કરીને દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, આ ગૃહે હંમેશા સમાજના હિત માટે કામ કર્યું છે.



રાષ્ટ્રપતિએ કહ્યું કે, ઈ-વિધાનસભા પણ ગુજરાતનું ઉત્તમ પગલું છે. આ વિધાનસભામાં એપ્લિકેશનની મદદથી સત્ર ચાલશે તે દેશની અન્ય વિધાનસભાઓ અને વિધાનપરિષદો માટે મોટું ઉદાહરણ સાબિત થશે આ સાથે તેઓ આ પ્રક્રિયાને અપનાવી પણ શકે છે. આ એક અત્યંત પ્રગતિશિલ પરિવર્તન છે. તેમણે અહીં ગુજરાતના ઉમદા કવિ ઉમાશંકર જોશીની 'હું ગુર્જર ભારતવાસી, ઝંખો પલ પલ સહુજન મંગલ મન મારું ઉલ્લાસી..' પંક્તિનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે, આ કવિતા ગુજરાતની આત્માની પોકાર છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભા ડિજિટલ થતાં પેપર લેસ થવાની સાથે અન્ય મહત્વના ફાયદા થશે.



ગૃહની તમામ પ્રક્રિયા પેપર લેસ થવાથી, પર્યાવરણની સુરક્ષા પણ થઈ શકશે. ગુજરાતની ધરતી પરથી સપુતોએ દુનિયાભરમાં દેશનું નામ રોશન કર્યું હોવાની વાત કરીને તેમણે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ.વિક્રમ સારાભાઈ, મોરરાજી દેસાઈ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ ઉલ્લેખ કર્યો હતો. આજે શરૂ થનારા સત્રમાં કોંગ્રેસ દ્વારા મુલાસણ જમીન કૌભાંડ, પાક વીમો, બેરોજગારી, ખેડૂતને ઓછી વીજળી, ટેટ અને ટાટ પાસ ઉમેદવારોને કાયમી નોકરી, ફિક્સ પગારદારોને પેન્શન, શિક્ષણનું ખાનગીકરણ જેવા મુદ્દે રજૂઆત કરવામાં આવી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application