અમેરિકાની તપાસ એજન્સી ગુજરાતના રહેવાસી ભદ્રેશકુમાર ચેતનભાઈ પટેલને શોધી રહી છે. તે 2017થી એફબીઆઈના રડાર પર છે. ઘણા ખતરનાક ગુનેગારોની સાથે પટેલનું નામ પણ FBIની ટોપ ટેન મોસ્ટ વોન્ટેડ યાદીમાં છે. હવે પટેલ પર 2.5 લાખ ડોલરનું ઈનામ રાખવામાં આવ્યું છે.ભદ્રેશકુમાર ચેતનભાઈ પટેલે પત્નીને છરીના ઘા ઝીંકી દીધા હતા.સીસીટીવી દ્વારા હત્યાનું રહસ્ય ખુલ્યું, 2017થી FBI શોધી રહી છે. જ્યારે કોઈ દુષ્ટ ગુનેગાર લાંબા સમય સુધી પોલીસની નજરથી છુપાયેલો રહે છે, ત્યારે તેના પર ઈનામની જાહેરાત કરવામાં આવે છે. ક્યારેક 50 હજાર, ક્યારેક 1 લાખ તો ક્યારેક 10 લાખ સુધી પણ.
પરંતુ, આજે અમે તમને એક એવા ગુનેગાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના પર માત્ર 2 લાખ નહીં પરંતુ 2 કરોડ રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું છે. તેનું નામ ટોપ 10 મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં પણ સામેલ છે. આરોપી… પોતાની જ પત્નીની હત્યાનો ગુન્હેગાર છે. આ વ્યક્તિનું નામ ભદ્રેશકુમાર ચેતનભાઈ પટેલ છે. પટેલ ગુજરાતના રહેવાસી છે અને અમેરિકાની ગુપ્તચર સંસ્થા એફબીઆઈએ તેમના પર આ ઈનામ રાખ્યું છે. કોણ છે આ ભદ્રેશકુમાર ચેતનભાઈ પટેલ? છેવટે, એફબીઆઈ તેની પાછળ કેમ છે? તારીખ 12 એપ્રિલ, 2015 હતી અને તે જગ્યા હતી હેનોવર, મેરીલેન્ડમાં આવેલી ડંકિન ડોનટ્સ કોફી શોપ. કોફી શોપની અંદરથી એક મહિલાની લાશ મળી આવી હતી. તેને છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી.
પોલીસે નજીકના સીસીટીવી ચેક કર્યા તો ચોંકાવનારો ફૂટેજ મળી આવ્યો. દુકાનના પાછળના રૂમના આ ફૂટેજમાં એક કપલ વાતચીત કરતા જોવા મળે છે. બંને પહેલા રસોડામાં ગયા અને પછી રેકની પાછળ ગાયબ થઈ ગયા. રેકની પાછળથી મળેલી લાશ સીસીટીવી ફૂટેજમાં દેખાતી મહિલાની હતી. આ પછી પોલીસે કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે સીસીટીવી ફૂટેજમાં દેખાતું કપલ પતિ-પત્ની છે. આ લાશ 21 વર્ષની પલકની હતી અને તેનો 24 વર્ષીય પતિ ભદ્રેશકુમાર ચેતનભાઈ પટેલ હત્યા બાદ ગુમ હતો. 12 એપ્રિલે જ્યારે પલકની હત્યા થઈ ત્યારે બંને નાઈટ શિફ્ટ કરી રહ્યા હતા. આશ્ચર્યની વાત એ હતી કે હત્યા સમયે કોફી શોપમાં ગ્રાહકો પણ હાજર હતા. પોલીસે તમામ જગ્યાએ શોધખોળ કરી તેના પરિચિતોની પૂછપરછ કરી, પરંતુ પટેલ ક્યાંય મળ્યો ન હતો. 2017માં, એફબીઆઈએ પટેલ પર ફર્સ્ટ-ડિગ્રી મર્ડર, સેકન્ડ-ડિગ્રી મર્ડર, થર્ડ-ડિગ્રી હુમલો, સેકન્ડ-ડિગ્રી હુમલો અને શારીરિક ઈજા પહોંચાડવા માટે સક્ષમ ખતરનાક હથિયાર રાખવાનો આરોપ મૂક્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500