જાણીતા ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાનું નિધન થયું છે. લગભગ 97 વર્ષીય ઝવેરીલાલ મહેતા વય સંબંધિત સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા હતા. તેમણે ગતરોજ સાંજે અમદાવાદમાં તેમની એક પુત્રીના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પરિવારમાં પત્ની, એક પુત્ર અને ત્રણ પુત્રીઓ છે. ઝવેરીલાલ મહેતાના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના હળવદના વતની ઝવેરીલાલ મહેતા ગુજરાતના અખબાર ઉદ્યોગના સૌથી અનુભવી ફોટો જર્નાલિસ્ટ હતા. વર્ષ-1980થી તેઓ ગુજરાતના જાણીતા અખબાર સાથે જોડાયેલા હતા. તેમને અખબારની દુનિયામાં ફોટોગ્રાફીનો 60 વર્ષથી વધુનો અનુભવ હતો.
સાહિત્ય, શિક્ષણ અને પત્રકારત્વના ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ વર્ષ વર્ષ-2018માં તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ ગુજરાતી ફોટો જર્નાલિસ્ટ શ્રી ઝવેરીલાલ મહેતાના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. વડાપ્રધાને ફોટો જર્નાલિઝમના ક્ષેત્રમાં તેમની લાંબી અને વિશિષ્ટ કારકિર્દીને યાદ કરી હતી અને X પર પોસ્ટ કર્યું હતું કે, ગુજરાતના પ્રખ્યાત ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાના નિધનના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું. અખબાર જગતમાં તેમની લાંબી કારકિર્દી દરમિયાન ફોટો જર્નાલિઝમ ક્ષેત્રે આપેલા યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના અને શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના.. ૐ શાંતિ…!!!
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application