Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 80 ટકા જેટલા વધુ પાસપોર્ટ જારી કરાયા, અરજદારોમાં મોટાભાગના 30થી 35 વયનાં સામેલ

  • December 18, 2023 

વિદેશમાં સ્થાયી થવા, અભ્યાસ કરવા અને ફરવા જવાના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. આજ કારણ છે કે પાસપોર્ટ અરજદારોની સંખ્યા પણ સતત વધી રહી છે. ગુજરાતમાંથી ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 80 ટકા જેટલા વધુ પાસપોર્ટ જારી કરાયા છે. ગુજરાતમાં વર્ષ 2021માં 5.14 લાખ જ્યારે નવેમ્બર 2023 સુધી 9.17 લાખ પાસપોર્ટ ઈશ્યુ થયેલા છે. આમ, બે વર્ષમાં 80 ટકા જેટલો વધારો નોંધાયો છે. કોરોનાના વર્ષ 2020માં 3.80 લાખ પાસપોર્ટ ઈશ્યુ થઈ શક્યા હતા. બીજી તરફ 2023માં 7.59 લાખ પાસપોર્ટ ઈશ્યુ થયા હતા.



આમ, ગત વર્ષની સરખામણીએ પાસપોર્ટ ઈશ્યુ થવામાં 20 ટકાનો વધારો થયો છે. 2020થી નવેમ્બર 2023 સુધી ગુજરાતમાંથી 25.72 લાખ પાસપોર્ટ ઈશ્યુ થયેલા છે. પાસપોર્ટની અરજી કરનારા મોટાભાગના 12મું પાસ કે તાજેતરમાં જ ગ્રેજ્યુએશન પૂરું કર્યું હોય તેવા યુવાને છે. સમગ્ર દેશમાંથી આ વર્ષે નવેમ્બર સુધી 1.25 કરોડ પાસપોર્ટ ઈશ્યુ થયેલા છે. જેની સરખામણીએ વર્ષ 2021માં 73.63 લાખ અને 2022માં 1.17 કરોડ પાસપોર્ટ ઈશ્યુ થયા હતા. આ વર્ષે નવેમ્બર સુધી જે રાજ્યમાંથી સૌથી વધુ પાસપોર્ટ ઈશ્યુ થયેલા હોય તેમાં કેરળ 14.11 લાખ સાથે મોખરે, મહારાષ્ટ્ર 13.78 લાખ સાથે બીજા, ઉત્તર પ્રદેશ 12.56 લાખ સાથે ત્રીજા સ્થાને છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application