Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મંગળ-શનિની યુતિને કારણે એપ્રિલ મહિનામાં ગુજરાત પર પણ અસર, ગુજરાતીઓએ એપ્રિલ મહિનામાં ભારે ગરમીનો સામનો કરવો પડશે

  • March 05, 2024 

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહો નિયમિત સમયે રાશિ પરિવર્તન કરતા હોય છે. ગ્રહોના રાશિ પરિવર્તનને કારણે શુભ અને અશુભ યોગોનું નિર્માણ થતું હોય છે. જેની અસર દેશ-દુનિયા પર પડતી હોય છે. તેવામાં આગામી 15 માર્ચે ભારતીય સમયાનુસાર સાંજે 6 કલાકે મંગળ મકર રાશિ છોડીને કુંભમાં પ્રવેશ કરશે તો ત્યાં પહેલાથી ગોચર કરી રહેલા શુક્ર અને શનિની યુતિ બનશે. શુક્ર એપ્રિલના પ્રથમ સપ્તાહમાં કુંભ રાશિ છોડી મીન રાશિમાં જશે પરંતુ મંગળ અને શનિની વિધ્વંસક યુતિ કુંભ રાશિમાં એપ્રિલ મહિનાના અંત સુધી બનેલી રહેશે. તેવામાં આ યુતિ દેશ-દુનિયામાં ઉથલ-પાથલનો સંકેત આવી રહી છે. જેની અસર એપ્રિલ મહિનામાં ગુજરાતમાં પણ જોવા મળશે.  મંગળ અને શનિની યુતિની અસર ભારતના પશ્ચિમ રાજ્યોમાં જોવા મળશે. ગુજરાત પણ ભારતના પશ્ચિમમાં આવેલું છે, એટલે ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે.


આ વર્ષે એપ્રિલ મહિનામાં સૌમ્ય ગ્રહ ગુરૂ અને બુધ અગ્નિ તત્વની રાશિ મેષમાં ગોચર કરી રહ્યાં હશે, જેના પર કુંભ રાશિમાં ગોચર કરી રહેલા શનિની ત્રીજી દ્રષ્ટિ પડશે. શનિની દ્રષ્ટિના પ્રભાવને કારણે મેષ રાશિ પીડિત હશે, જેનાથી આ વર્ષે એપ્રિલમાં સામાન્યથી વધુ ગરમીનો પ્રભાવ જોવા મળશે. જો એપ્રિલમાં વધુ ગરમી પડશે તો તેની અસર અન્ય વસ્તુ પર પણ જોવા મળશે. એપ્રિલમાં ગરમી વધુ જાય તો કેટલાક વિસ્તારમાં પાણીની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે. આ સિવાય ખેતી પર તેની શું અસર પડશે તે જોવું રહેશે. આ ગરમીની અસર ભારતના પશ્ચિમી રાજ્યો એટલે કે ગુજરા, મહારાષ્ટ્ર, રાજસ્થાનના કેટલાક ભાગો અને મેષ રાશિથી પ્રભાવિત અસમમાં એપ્રિલમાં સામાન્યથી વધુ ગરમી પડશે. એટલે કે ગુજરાતમાં આ વર્ષે એપ્રિલ મહિનામાં ભારે ગરમી પડે તો નવાઈ નહીં.


આમ પણ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં હવામાનમાં સતત પલ્ટો આવતો રહે છે. શિયાળામાં પણ લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો. તો માવઠાને કારણે કમોસમી વરસાદ પણ પડ્યો હતો. તેવામાં હવે આ ગ્રહોની યુતિની કારણે ગુજરાતીઓએ એપ્રિલ મહિનામાં ભારે ગરમીનો સામનો કરવો પડી શકે છે.  શનિ અને મંગળની યુતિથી રશિયા-યુક્રેન યુદ્ધમાં કોઈ મોટી ઘટના થઈ શકે છે. સાથે રશિયા માટે શનિ-મંગળની કુંભમાં યુતિ તેના લગ્નથી છઠ્ઠા ભાવથી પીડિત કરી ચૂંટણીમાં હિંસા અને વિરોધ પ્રદર્શન થવાનો જ્યોતિષીય સંકેત દેખાડી રહી છે. તો પંચાગ અનુસાર 8 એપ્રિલે મીન રાશિમાં પૂર્ણ સૂર્ય ગ્રહણ પડી રહ્યું છે, જેનાથી વિશ્વના કેટલાક દેશોમાં ધાર્મિક વિવાદ અને મહિલાઓ વિરુદ્ધ હિંસા થઈ શકે છે.


જો ભારતની વાત કરીએ તો પશ્ચિમ બંગાળની પ્રભાવ રાશિ મિથુનથી આ યુતિ નવમ સ્થાનમાં બનવા જઈ રહી છે. તેથી ત્યાં લોકસભા ચૂંટણી સમય અને ત્યારબાદ કેટલીક હિંસક ઘટનાઓ અને બિનજરૂરી ધાર્મિક વિવાદ ઉભા થવાનો યોગ બની રહ્યો છે. સાથે કેટલાક ખાસ ધર્મના લોકોમાં લડાઈ અને ઝઘડા થઈ શકે છો. તો મંગળ-શનિની યુતિ મોંઘવારી વધારશે.  વૈદિક જ્યોતિષ અનુસાર કુંભ રાશિમાં શનિ-મંગળની યુતિ બનવાથી શરૂઆતમાં તેજી જોવા મળશે. પરંતુ 8 એપ્રિલે જ્યારે ગ્રહણ લાગશે. ત્યારે ઉતાર-ચઢાવ જોવા મળશે. આ યુતિ બનવાથી કોઈ મોટા રાજકીય સ્કેન્ડલને કારણે અર્થવ્યવસ્થામાં ઘટાડો થઈ શકે છો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application