Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાત સરકારે વર્ગ-4ના કર્મચારીઓને એડહોક બોનસ આપવાનો નિર્ણય કર્યો

  • October 27, 2023 

ગુજરાત સરકારે તાજેતરમાં જ ફિક્સ પે કર્મચારીઓના વેતનમાં 30 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે વર્ગ-4ના કર્મચારીઓને દિવાળીની ભેટ આપીને સરકારે બોનસ ચૂકવવાની જાહેરાત કરી છે. નાણાં વિભાગની યાદીમાં વર્ગ-4ના કર્મચારીઓને એડહોક બોનસ આપવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવાયું છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્‍યાને લઇને વર્ગ-4ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓને રૂપિયા 7000 હજારની મર્યાદામાં એડહોક બોનસ આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે તેમ નાણા વિભાગની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવાયાનુસાર રાજય સરકારે વર્ગ-4ના કર્મચારીઓને 7000ની મર્યાદામાં બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે. આનો લાભ રાજય સરકાર અને પંચાયત, ગ્રાન્‍ટ ઇન એઇડ (માન્‍યતાવાળા કર્મચારીઓ) તથા બોર્ડ નિગમના વર્ગ-4ના અદાજે 21000થી વધુ કર્મચારીઓને લાભ મળશે તેમ વધુમાં જણાવાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application