Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સમગ્ર દેશમાં એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવા મામલે ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું

  • May 18, 2023 

રાજ્યસરકાર દ્વારા ૧૦૮ ઈમરજન્સી સેવા અન્વયે દર્દીને જરૂર પડયે દૂરની કે અન્ય રાજ્યની હોસ્પિટલમાં સારવાર માટે એર એમ્બ્યુલન્સની સેવા પણ શરુ કરવામાં આવી છે. સમગ્ર દેશમાં એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવા મામલે ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે.


આ અંગેની વિગતો આપતાં ૧૦૮ ના પ્રોગ્રામ મેનેજરશ્રી અભિષેક ઠાકર અને જિલ્લા સુપરવાઈઝરશ્રી દર્શિત પટેલએ જણાવ્યું હતું કે, શહેરની ખાનગી હોસ્પિટલમાં ૭૯ વર્ષીય હેમલતાબેન શાહ સારવાર હેઠળ હતા. ન્યુમોનિયા અને લીવરની બીમારીથી પીડિત વૃધ્ધા દર્દીને વધુ સારવાર અર્થે તાત્કાલિક મુંબઈની ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની જરૂરિયાત ઉભી થતાં તેમને એર એમ્બ્યુલન્સ મારફત મુંબઈ ખસેડવામાં આવ્યા હતા. હતું. ડો. જીતેન્દ્રના માર્ગદર્શન હેઠળ ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન ભાવના ડોડીયા તેમજ પાયલોટ નિમિશ પરમારએ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત ખાનગી હોસ્પિટલ થી સલામત રીતે દર્દીને રાજકોટ એરપોર્ટ ખાતે એર એમ્બ્યુલન્સમાં શિફ્ટ કર્યા હતા.


ઉલ્લેખનિય છે કે, ગુજસેલ અને ઈ.એમ.આર.આઈ.ના સંયુક્ત ઉપક્રમે સરકારશ્રી દ્વારા ૨૧ માર્ચ,૨૦૨૨ થી શરૂ થયેલી ૧૦૮ એર એમ્બ્યુલન્સની સેવા અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં હેમલતાબેન સહીત કુલ ૦૩ દર્દીઓ સહીત ગુજરાતમાં ૨૪થી વધુ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની છે. ખાનગી કરતા ૫૦% સસ્તી સરકારી એર એમ્બ્યુલન્સ સેવા અત્યંત ટૂંકા રન-વે પર ઉતરાણ કરવાની ક્ષમતા ધરાવે છે. એક ડોક્ટર અને બે પેરામેડિકલ સ્ટાફ સહીત વેન્ટિલેટર, ડિફિબ્રિલેટર અને ઈ.સી.જી. મોનિટર સાથેની જરૂરી તમામ સવલતો સાથેનું આ એમ્બ્યુલન્સ એરક્રાફ્ટ દર્દી જ્યાં હોય ત્યાં તે સ્થાનની શક્ય તેટલી નજીક ઉતરાણ કરવા સક્ષમ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application