Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તારીખ 21 થી 30 મે દરમિયાન બાળકો નિ:શુલ્ક સમર યોગ કેમ્પનુ આયોજન

  • May 24, 2023 

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકોમા શારીરીક તથા માનસિક તંદુરસ્તી અંગે જાગૃતિ કેળવવાના ઉદેશ્ય થી રાજ્યમા તારીખ 21 થી 30મી મે દરમિયાન નિ:શુલ્ક સમર યોગ કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ છે. જેમા 9 થી 15 વર્ષની વયનાં બાળકો ભાગ લઈ રહ્યા છે. જેમા ડાંગ જિલ્લાનાં આહવા સ્વરાજ આશ્રમ ખાતે બાળકો માટે સમર યોગ કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ હતુ. સમર યોગ કેમ્પ અંગે ગુજરાત યોગ બોર્ડ જિલ્લા કો-ઓર્ડીનેટરએ જણાવ્યુ હતુ કે, સ્વરાજ આશ્રમ આહવા ખાતે યોગ કોચ સરિતાબેન ભોંયેના પ્રયાસોથી સમર કેમ્પને શરૂ કરવામા આવ્યો છે.






જે કેમ્પનાં પ્રથમ દિવસે બાળકોની સંખ્યા 27થી શરૂ થઈ ત્રીજા દિવસે 45 સુધી પોહચી ગઈ છે. અહીં દરરોજ સવારે 8 થી 9 સમય કલાક સુધી યોગ ટ્રેનર દ્વારા વિવિધ આસનો, પ્રાણાયામો, રમતો, સંગીત સહિત યોગમય પ્રવૃતિઓ બાળકોને કરાવવામા આવે છે. સાથે બાળકોને પોષણક્ષમ નાસ્તો અને લીંબુ પાણી આપવામા આવે છે. આ સમગ્ર કાર્યક્રમ ડાંગ જિલ્લા રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ઓફિસના અધિકારીશ્રી વિરલ પટેલના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application