ગુજરાત રાજય યોગ બોર્ડ તથા રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત, તા.૧૪મી જાન્યુ.ના રોજ ઉત્તરાયણ પર્વ નિમિત્તે સુરત જિલ્લાના માંડવી તાલુકા મથકે, રિવરફ્રન્ટ ખાતે ૫૧ સુર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો. વહેલી સવારે પુણ્યસલીલા તાપી નદીના તટે, ફૂલગુલાબી ઠંડી વચ્ચે આશરે ર૦૦ થી વધુ યોગી ભાઈ બહેનોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો.
ગુજરાત રાજય યોગ બોર્ડ-સુરત જિલ્લાના કો-ઓર્ડિનેટર દિશાબેન જાનીના સંકલનમાં, માંડવી તાલુકાના યોગ કોચ શાંતિલાલ વસાવા, સુરત જિલ્લાના સિનિયર યોગ કોચ નયનાબેન, બારડોલી તાલુકાના યોગ કોચ અજયભાઈ, માંડવી તાલુકાનાં સોશ્યલ મિડિયા વોલન્ટીયર અંજલિબેન વાંકડા, યોગ ટ્રેનરો, યોગ સાધકો તથા માંડવી નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500