આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ રમતગમત યુવા અને સંસ્કૃતિ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત ખેડા જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધા નડિયાદ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે યોજાઇ હતી. જેમાં ગુજરાત રાજ્ય ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા નડિયાદના વર્તમાન ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ મુલાકાત લઈ ઉપસ્થિત સ્પર્ધકો તથા આયોજકોને પ્રોસ્તાહિત કર્યાં હતા. મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ યોગના માધ્યમથી ગુજરાત રાજ્યનો હેપ્પી ઇન્ડેક્ષ ચોક્કસ વધશે તેવી શુભેચ્છા પણ વ્યક્ત કરી હતી.
આ યોગ સ્પર્ધાના જજ તરીકે શ્રીમતી ડોક્ટર સોનાલીબેન માલવિયા, શ્રી ઉદયભાઇ ગજેરા તથા શ્રીમતી જાગૃતીબેન ઠક્કર ઉપસ્થિત રહેલ હતા. આ સ્પર્ધામાં ઉપસ્થિત રહેલ મહેમાનોની હાજરી તેમજ સ્પર્ધા સાથે જોડાયેલા તમામ કાર્યકર્તાઓએ સ્પર્ધાને સફળ બનાવી હતી.
ઉલ્લેખનીય છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વસ્થ ભારતના સપનાંને સાકાર કરવાના હેતુસર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર જીલ્લામાં નિઃશુલ્ક યોગ ક્લાસિસમાં યોગની તાલિમ આપવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ તમામ નાગરિકોને યોગ દ્વારા રોગમુક્ત કરવાનો છે. આ યોગ ક્લાસમાં નિઃશુલ્ક યોગની તાલીમ મેળવવા ઇચ્છુક લોકોને ખેડા જિલ્લા યોગ કોર્ડિનેટરશ્રી મિનલકુમાર પટેલ દ્વારા (મોબાઈલ નંબર:- ૮૭૮૦૧૪૩૮૪૨) પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500