ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કુલ 183 જગ્યાઓ માટે લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. છેલ્લા કેટલાય સમયથી ઉમેદવારો પરિણામની રાહ જોઈ રહ્યા હતા ત્યારે હવે તેમની આતુરતાનો અંત આવ્યો છે. નાયબ પોલીસ અધિક્ષકની (Dy.S.P.) કુલ 8, સહાયક રાજ્ય વેરા કમિશ્નરની કુલ 48, નાયબ કલેક્ટર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ 15, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ)ની કુલ 1, જિલ્લા/ નાયબ રજીસ્ટ્રારની કુલ 1 એમ સંયુક્ત રીતે વર્ગ-1ની કુલ 73 જગ્યાઓ માટે ભરતી છે. આ સિવાય રાજ્યવેરા અધિકારીની 75, તાલુકા વિકાસ અધિકારીની 10, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની 10, મામલતદારની 12, સમાજ કલ્યાણ અધિકારી (અનુ. જાતિ કલ્યાણ)ની 1, સરકારી શ્રમ અધિકારીની 2, એમ સંયુક્ત રીતે વર્ગ-2ની કુલ 110 જગ્યાઓ માટે ભરતી છે. આ સાથે કલાસ 1 અને 2ની કુલ 183 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500