Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાત હાઈકોર્ટ : ત્રણ વર્ષથી નાના બાળકને પ્રી-સ્કૂલ મોકલવા વાલીઓનું એક ગેરકાયદે કૃત્ય છે

  • September 08, 2023 

નવી શિક્ષણ નીતિ હેઠળ સરકારે બાળકોને શાળાઓ મોકલવાની યોગ્ય ઉંમર છ વર્ષ નક્કી કરી છે. આ પહેલા ત્રણ વર્ષ તેમને પ્રાથમિક શિક્ષણ પ્રી-સ્કૂલમાં આપવામાં આવશે. આ નવા નિયમને પડકારનારી અરજી પર ગુજરાત હાઈકોર્ટે સુનાવણી કરતા આનાથી સહમતિ વ્યક્ત કરી છે. સાથે જ વાલીઓ પર કડક ટિપ્પણી કરતા કોર્ટે કહ્યું કે, ત્રણ વર્ષથી ઓછી ઉંમરમાં બાળકોને પ્રી-સ્કૂલ મોકલવા માતા-પિતાનું એક ગેરકાયદે કૃત્ય છે. જોકે, આ અરજી તે વાલીઓએ દાખલ કરી હતી, જેમના બાળકો 1 જૂન, 2023 સુધી 6 વર્ષ પૂર્ણ નથી કરી રહ્યા. પરંતુ આ તમામ બાળકોને પોતાનું કિંડરગાર્ડન અને નર્સરીના ત્રણ વર્ષ પૂર્ણ કરી દેવાયા છે. બાળકોને માતા-પિતાના એક ગ્રુપે રાજ્ય સરકારની 31 જાન્યુઆરી, 2020ના નોટિફિકેશનને પડકાર આપવાની માંગ કરી હતી, જેમાં શૈક્ષણિક વર્ષ 2023-24માં ધોરણ 1માં પ્રવેશ માટે ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી છે.



મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલ અને ન્યાયમૂર્તિ એનવી અંજારિયાની ખંડપીઠે પોતાના હાલના જ આદેશમાં કહ્યું હતું કે, ત્રણ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પ્રી-સ્કૂલ મોકલવા માટે મજબૂર કરવા તે માતા-પિતા તરફથી કરવામાં આવેલ એક ગેરકાયદે કૃત્ય છે, જે અમારી સામે અરજી કરનારા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, અરજીકર્તા કોઈપણ પ્રકારની રાહતની માંગ ન કરી શકે, કારણ કે તેઓ શિક્ષા અધિકારી અધિનિયમ, 2009ની શિક્ષાના અધિકારી નિયમ, 2012ના આદેશનું ઉલ્લંઘન કરવાના દોષી છે. RTE નિયમ 2012ના નિયમ 8 (જે પ્રી-સ્કૂલમાં પ્રવેશ પ્રક્રિયાઓથી સંબંધિત છે) નો હવાલો આપતા કોર્ટે કહ્યું કે, કોઈપણ પ્રી-સ્કૂલ એવા બાળકોને પ્રવેશ નહીં આપે, જેના વર્ષ 1 જૂન સુધી ત્રણ વર્ષની ઉંમર પૂર્ણ ન કરી હોય. નિયમ 8નો એક માત્ર અવલોકન એવા બાળકોને પ્રી-સ્કૂલમાં પ્રવેશ પર પ્રતિબંધ બતાવે છે, જેમણે શૈક્ષણિક વર્ષના 1 જૂને ત્રણ વર્ષની ઉંમર પૂર્ણ નથી કરી.



ત્રણ વર્ષની ઉંમરમાં શરુઆત બાળકોની સારસંભાળ અને તેમની શિક્ષણ આફવી એક પ્રી-સ્કૂલનું કામ છે. કોર્ટે કહ્યું કે, બાળકોને ઔપચારિક સ્કૂલમાં પહેલા ધોરણમાં જ પ્રવેશ લેવા પડશે. જે બાળકોના માતા-પિતાએ અરજી દાખલ કરી હતી, તેમને ત્રણ વર્ષ પૂર્ણ થવાથી પહેલા પ્રીસ્કૂલમાં પ્રવેશ આપી દેવાયો હતો. પરંતુ કોર્ટે આના પર વાલીઓને કોઈ રાહત નથી આપી. સાથે જ નિર્ણયમાં RTI નિયમ, 2012નો પણ હવાલો આપવામાં આવ્યો, જેમાં પ્રી-સ્કૂલમાં પ્રવેશ માટે નક્કી ઓછામાં ઓછી ઉંમર, જેને 18 ફેબ્રુઆરી, 2012થી ગુજરાતમાં લાગૂ કરાયો છે. અરજીકર્તાઓના વકીલે કોર્ટને જણાવ્યું કે, તેઓ હાલના એકેડમિક યરની કટ-ઓફ ડેટ 1 જૂનને એટલા માટે પડકાર આપવા માંગે છે, કારણ કે તેનાથી રાજ્યના લગભગ 9 લાખ બાળકો હાલના શૈક્ષણિક સત્રમાં શિક્ષણના અધિકારથી વંચિત રહી જશે.



તેમણે કોર્ટને આ નિર્દેશ આપવાની માંગ કરી કે, જે બાળકોએ પ્રી-સ્કૂલમાં ત્રણ વર્ષ પૂર્ણ કરી લીધા છે, પરંતુ 1 જૂન, 2023 સુધી 6 વર્ષ પૂર્ણ નથી કર્યા, તેમને છૂટ આપીને હાલના શૈક્ષણિક વર્ષ માટે બેસાડવામાં આવશે. તેમણે તર્ક આપ્યો કે, ઈન્કાર કરવા પર બંધારણના અનુચ્છેદ 21A અને શિક્ષણના અધિકાર અધિનિયમ, 2009 દ્વારા માન્યતા પ્રાપ્ત તેમના શિક્ષણના અધિકારનું ઉલ્લંઘન થશે. કોર્ટે કહ્યું કે, માતા-પિતાનો આ તર્ક છે કે, તેમના બાળકો શાળા માટે તૈયાર છે, કારણ કે તેમણે પ્રી-સ્કૂલમાં ત્રણ વર્ષનું પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી લીધું છે, કારણ કે તેમણે શૈક્ષણિક સત્ર 2020-21માં ત્યાં દાખલો આપ્યો હતો, તેનાથી કંઈ પ્રભાવિત નથી થતું. તેમાં કહેવામાં આવ્યું છે કે, RTE  અધિનિયમ, 2009ની કલમ 2 (C)ના અનુસાર, છ વર્ષ સુધીની ઉંમરના બાળકો પોતાનો અભ્યાસ પૂર્ણ થવા સુધી ફ્રી અને ફરજિયાત શિક્ષણના પોતાના અધિકારનો પ્રયોગ કરવા માટે આસપાસની શાળામાં પ્રવેશ માટે લાયક છે.



કોર્ટે કહ્યું કે, અનુચ્છેદ 21Aની બંધારણિય જોગવાઈ અને RTE અધિનિયમ, 2009ની કલમ 3 દ્વારા બાળકોને પ્રદત્ત અધિકાર છ વર્ષની ઉંમરમાં પૂર્ણ થયા બાદ શરૂ થાય છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, RTE અધિનિયમ, 2009ની કલમ 2(C), 3,4,14 અને 15ને સંયુક્ત રીતે વાંચવાથી એ સ્પષ્ટ થાય છે કે, છ વર્ષથી વધુ ઉંમરના બાળકોને ઔપચારિક સ્કૂલમાં શિક્ષણથી વંચિત ન કરી શકાય. ત્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, 2020એ માન્યું છે કે, છ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને 'પ્રાથમિક બાળપણ સારસંભાળ અને શિક્ષણ' એટલે પ્રી-સ્કૂલની જરૂરિયાત છે. આ એજ ઉંમર છે જે માનસિક વિકાસ માટે સૌથી મહત્વપૂર્ણ છે. નવી શિક્ષણ નીતિમાં બાળકોને નર્સરી માટે ત્રણ વર્ષ, લોઅર કિંડરગાર્ટન (LKG) માટે ચાર વર્ષમાં એડમિશન અપાવું જોઈએ. તો અપર કિંડરગાર્ટન (UKG) માટે ઉંમર પાંચ વર્ષ છે. તેનો મતલબ છે કે, બાળકોને છ વર્ષની ઉંમરમાં ધોરણ 1માં એડમિશન અપાવતા પહેલા ત્રણ વર્ષનો આ બેઝ પૂર્ણ કરવો પડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application