Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાત સરકાર 'આપ'ના રસ્તે : સુરત જિલ્લાની 18 પ્રાથમિક શાળાઓને બનાવાશે મોડલ સ્કુલ

  • July 27, 2021 

સમગ્ર દેશમાં શિક્ષણ ક્ષેત્રે દિલ્હી મોડલની ભારે પ્રશંસા ચાલી રહી છે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે રાજ્યમાં સરકારી શાળાઓને ખાનગી સ્કૂલોને ટક્કર મારે તેવી સાધન સંપન્ન બનાવી છે તમામ સુવિધાઓથી સભર સરકારી શાળાઓને જોઈ દેશના અન્ય રાજ્યો પણ દિલ્હીના મોડલને અનુસરવામાં  આવી રહ્યું છે.

 

 

 

 

દરમિયાન જ્યારે હવે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીએ રાજ્યમાં પ્રચાર શરૂ કર્યો છે તે વચ્ચે હવે ગુજરાતની ભાજપ સરકારે પણ રાજ્યની શાળાઓને આધુનિક બનાવવા કામગીરી આરંભી દીધી છે અને સુરત જિલ્લાના ૯ તાલુકાઓમાં 18 પ્રાથમિક શાળાઓને મોડેલ સ્કૂલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આ અંગેનું પ્રેઝેન્ટેશન આજરોજ કામરેજના વાવ ખાતે વસિષ્ઠ વિદ્યાલયમાં રાખવામાં આવ્યું છે.

 

 

 

 

 

 

આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના સૂત્ર મુજબ રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વર્લ્ડકલાસ સ્કૂલોમાં જે રીતે ભૌતિક અને શૈક્ષણિક સુવિધાઓ મળે છે તેવી સુવિધાઓ આપવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે આ અંતર્ગત મિશન જ્ઞાનશક્તિ યોજના પણ અમલી બનાવવાનો આવી છે ગામડાઓમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ તો સૌ કોઈને મળી રહે છે પરંતુ આધુનિક શિક્ષણ આપવા માટેનો પ્રયાસ શરૂ કરાયો છે.

 

 

 

 

 

સુરત જિલ્લાના ૯ તાલુકાઓ પૈકી પ્રત્યેક તાલુકામાં બે સ્કૂલો મોડલ સ્કૂલ બનાવવા માટે પસંદ કરવામાં આવી છે અને એક પસંદગી પામેલી પ્રાથમિક શાળામાં દરેક રૂમો ને સ્માર્ટ ક્લાસ બનાવાશે. શાળામાં રમત ગમતનું આધુનિક મેદાન. સાધનો. કોમ્પ્યુટર. લેબ. દિવાલ પર ભીંતચિત્રો. સંગીત ના સાધનો. પુસ્તકાલય. હળિયાળુ વાતાવરણ ઊભું કરવામાં આવશે. જેવી રીતે ખાનગી સ્કૂલોમાં ભૌતિક સવલતો વાલીઓની આંખોને આંજી નાખતી હોય છે જેવી ભૌતિક સગવડો આ શાળાઓમાં ઊભી કરવામાં આવશે.

 

 

 

 

મહત્વની બાબત એ છે કે સ્કૂલ ઓફ એક્સિલન્સ પ્રોગ્રામ અંતર્ગત પસંદગી પામેલી શાળાઓને ખાનગી શાળાઓને ટક્કર મારે તેવી બનાવવા માટે ગુજરાત સરકાર ઉપરાંત વર્લ્ડ બેંક તરફથી પણ સહાય મળતી હોવાનું જાણવા મળે છે આવતીકાલે બુધવારે કામરેજ ના વાવ ખાતે વસિષ્ઠ વિદ્યાલય માં અંગેનું પ્રેઝન્ટેશન રાખવામાં આવ્યું છે પ્રેઝન્ટેશન બપોરે રાખવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે અત્રે ઉલ્લેખનીય છે કે રૂપાણી સરકારને પાંચ વર્ષ પૂરા થઇ રહ્યા છે જે અંતર્ગત પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથ અને સૌનો વિકાસ સૂત્ર પહેલી ઓગસ્ટે રવિવારે જ્ઞાનશક્તિ દિવસે શિક્ષણને લગતા કાર્યક્રમો યોજવામાં આવશે અને આ દિવસે પસંદગી પામેલી જિલ્લાની શાળાઓ લોન્ચિંગ કરવામાં આવશે જે બાદ આ શાળાઓને મોડલ સ્કૂલ બનાવવા શિક્ષણ તંત્ર દ્વારા કામગીરી હાથ ઉપર લેવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application