ગુજરાતમાં ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નિવેદનો અને આક્ષેપબાજી થઇ રહી છે.ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન માટે રાજકીય પક્ષો તેજ ગતિથી પ્રચાર કરી રહ્યા છે. તેવામાં કોંગ્રેસના મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રો દિગ્વિજયે સિંહે આજે વડોદરા ખાતે નરેન્દ્ર મોદી માટે એક નિવેદન આપવામાં આવ્યું હતું કે તે અહંકારમાં ડૂબેલા છે અને તેની સરખામણી રાવણ સાથે કરી હતી અને કહ્યું હતું કે રાવણનો પણ અહંકાર નહોતો રહ્યો. જેથી તમારો અહંકાર પણ નહીં રહે.
એક તરફ મધ્યપ્રદેશના હાલના મુખ્યમંત્રી શિવરાજ સિંહે આજે અબડાસાની એક સભા સંબોધી હતી ત્યારે પૂર્વે મુખ્યમંત્રીએ નરેન્દ્ર મોદીને અહંકારમાં ડૂબેલા ગણાવ્યા હતા. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં ચૂંટણી યોજાઈ રહી છે અને અહીં ભારતીય જનતા પાર્ટીની છેલ્લા 27 વર્ષથી સરકાર છે. નરેન્દ્ર મોદી કહે છે કે ગુજરાતને એ બનાવ્યું તો શું તેમના જન્મ પહેલા ગુજરાત હતું જ નહીં અને ગુજરાત અસ્મિતા ન હતી. ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે દિગ્વિજય સિંહ કોંગ્રેસના પ્રચાર અર્થે ગુજરાતના પ્રવાસે છે.
ઉલ્લેખનીય છે કે આગામી વિધાનસભાની ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ યોજાશે. આ ઉપરાંત બીજા તબક્કાનું મતદાન પણ 5મી ડિસેમ્બરના રોજ યોજાશે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કાના મતદાન માટે ઉમેદવારોના ફોર્મ ભરવાની તારીખ પુરી થઇ ગઈ છે. બીજા તબક્કાના મતદાનની ફોર્મ ચકાસણી હજુ બાકી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આગામી 8મી ડિસેમ્બરના રોજ હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામ સાથે યોજવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500