Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાત ઈલેક્શન 2022 : મતદારો સુધી પહોંચવા માટે સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ

  • November 18, 2022 

ગુજરાતમ વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણી પ્રચાર તેજ થઇ રહ્યો છે અને રાજકીય પાર્ટી પ્રચાર કરવા માટે નવા નવા હથકંડા અપનાવી રહ્યા છે. ગુજરાતમાં આ વખતે ચૂંટણી જીતવા માટે ભારતીય જનતા પાર્ટી સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ કરી રહી છે. ગુજરાતમાં આગામી મહિનામાં શરુ થનારી ચૂંટણીમાં મતદારો સાથે સીધો સંપર્ક કરીને રાજકીય પક્ષોના હજારો કાર્યકર્તાઓ તેમજ સ્વયંસેવકો સોશિયલ મીડિયાના મંચનો ઉપયોગ કરી રહ્યા છે.




ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી છેલ્લા 27 વર્ષથી સત્તામાં છે અને સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ છે. ભારતીય જનતા પાર્ટીના ફેસબુક,યૂટ્યૂબ,ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર અનેક ફોલોવર છે અને આ મંચ પર ખુબ જ તેજ ગતિથી પ્રચાર કરી રહ્યા છે. જયારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જમીન સાથે જોડાઈને સતત મતદારો માટે સંપર્ક કરી રહી છે. આ સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મતદાતા સુધી પહોંચવા માટે મેસેન્જર એપ વોટ્સએપનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે.




ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સોશિયલ મીડિયા પર પકડ મજબૂત છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી માટે ગઢ છે. ગુજરાતમાં પીએમ મોદી 2001થી લઈને 2014 તક ગુજરાતના મુખ્યમંત્રી હતા નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના આઇટી સેલ સતત પોતાની સરકારના ગુણગાન સોશિયલ મીડિયામાં પોસ્ટ દ્વારા મુકવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે આગામી વિધાનસભાની ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ યોજાશે. આ ઉપરાંત બીજા તબક્કાનું મતદાન પણ 5મી ડિસેમ્બરના રોજ યોજાશે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કાના મતદાન માટે ઉમેદવારોના ફોર્મ ભરવાની તારીખ પુરી થઇ ગઈ છે. બીજા તબક્કાના મતદાનની ફોર્મ ચકાસણી હજુ બાકી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આગામી 8મી ડિસેમ્બરના રોજ હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામ સાથે યોજવામાં આવશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application