Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાત ઈલેક્શન 2022: ચૂંટણી પંચની તૈયારીઓ પૂર્ણ, એક-બે દિવસમાં થઈ શકે છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત

  • October 31, 2022 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પંચે લગભગ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચ 1 કે 2 દિવસમાં તારીખોની જાહેરાત કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બે તબક્કામાં મતદાન થઈ શકે છે.જેમાં પ્રથમ તબક્કામાં નવેમ્બરના પ્રથમ સપ્તાહની આસપાસ અને બીજા તબક્કામાં 4-5 ડિસેમ્બરની આસપાસ મતદાન થઈ શકે છે. રાજ્યના તમામ રાજકીય પક્ષો તારીખોની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. તારીખો જાહેર થતાં જ ગુજરાતમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે.



2017માં અપનાવવામાં આવેલી પરંપરાને ટાંકીને ચૂંટણી પંચે આ મહિનાની શરૂઆતમાં આગામી હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની તારીખો સાથે ગુજરાતની ચૂંટણીના સમયપત્રકની જાહેરાત કરી ન હતી. હિમાચલમાં 12 નવેમ્બરે એક તબક્કામાં મતદાન થશે, જ્યારે મતગણતરી 8 ડિસેમ્બરે થશે. ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશની મત ગણતરીની તારીખ મતદાનના એક મહિના પછી રાખીને પંચે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે ગુજરાત ચૂંટણીની મતગણતરી પણ 8મી ડિસેમ્બરે થશે.



ગુજરાત-હિમાચલમાં એક સાથે 3 વખત યોજાઈ હતી ચૂંટણી

ઉલ્લેખનીય છે કે,2017માં બંને રાજ્યોમાં અલગ-અલગ તારીખે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ મત ગણતરી 18 ડિસેમ્બરે એક સાથે કરવામાં આવી હતી. વાસ્તવમાં ગુજરાતમાં પૂરના કારણે ચૂંટણી પંચે રાજ્યમાં હિમાચલ ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત બાદ મતદાન કરાવવું પડ્યું હતું. કમિશનની વેબસાઈટ મુજબ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વર્ષ 1998, 2007 અને 2012માં એક સાથે ચૂંટણી યોજાઈ હતી.182 સભ્યોની ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી, 2023 ના રોજ સમાપ્ત થાય છે.




ગુજરાત પ્રવાસે છે PM મોદી


પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે.PM અહીં C-295 પ્લાન્ટનો શિલાન્યાસ કરશે અને ભારતના પ્રથમ ગૃહ પ્રધાન વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપશે. તેઓ સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે અને 97માં કોમન ફાઉન્ડેશન કોર્સ 'આરંભ 4.0'ના સમાપન પર તાલીમાર્થી અધિકારીઓને સંબોધશે. PMO અનુસાર, 'આરંભ'ના ચોથા સત્ર માટે 'ડિજિટલ ગવર્નન્સઃ ફાઉન્ડેશન એન્ડ ફ્રન્ટિયર્સ'ને થીમ તરીકે પસંદ કરવામાં આવી છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application