ગુજરાત વિધાનસભાની ચૂંટણી ધીરે ધીરે આગળ વધીને તેની નિર્ધારિત તારીખ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ અફરાતરફરી ભર્યો થઇ રહ્યો છે. ગુજરાતમાં આ વર્ષે ભારતીય જનતા પાર્ટી,કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીમાં ઝંપલાવ્યુ છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી વિધાનસભાની દરેક બેઠક પરથી ચૂંટણી લડી રહી છે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીને તેમના પાર્ટી માટે સીએમ ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો તેમના ઉમેદવારોના નામની જાહેરાત કરી રહી છે. ગુજરાતમાં ગઈકાલે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાતો કરી હતી.ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે 20 દિવસ જેટલો સમય બાકી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવી પર ભરોસો દેખાડ્યો હતો અને તેમને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા હતા.
આ દરમિયાન હવે મળતી માહિતી મુજબ ઈસુદાન ગઢવી દ્વારકા બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. છેલ્લા ઘણા દિવસથી ચર્ચા ચાલી રહી હતી કે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ઉમેદવાર ઈસુદાન ગઢવી ક્યાં વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી લડશે. જો કે હવે ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી પદના ચેહરા માટે વોટ્સએપ પોલ કરાવ્યો હતો અને આ પોલમાં ગોપાલ ઈટાલીયા કરતા ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રી પદ માટે વધુ મત મળતા તેમને સીએમ ઉમેદવાર જાહેર કરાયા છે.નોંધનીય છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબબકામાં યોજાવાની છે.
આગામી મહિનામાં યોજાનાર ચૂંટણીમાં પહેલા તબબકાનું મતદાન ડિસેમ્બરની પહેલી તારીખે થશે જયારે બીજા તબબકાનું મતદાન પાંચમી તારીખે થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ હિમાચલ પ્રદેશની ચૂંટણી સાથે 8મી ડિસેમ્બરના રોજ જાહેર થશે. ગુજરાત વિધાનસાભાની ચૂંટણીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14મી નવેમ્બર છે અને તે માટે હવે 2 ત્રણ દિવસનો સમય બાકી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500