લોકસભા 2024ની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. ભાજપે 195 બેઠક પર ઉમેદવારો જાહેર કરતા જ ચૂંટણીનું રણશીંગુ ફૂંકી દીધું છે. ત્યારે બીજી તરફ, કોંગ્રેસ પાર્ટીનું ઉમેદવારો માટે હજુપણ મંથન ચાલુ છે. ગુજરાત કોંગ્રેસ હજી પણ ઉમેદવારોના નામની પસંદગીમાં અટવાઈ છે. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના નામ લગભગ ફાઈનલ હોવાનું કહેવાય છે. કેટલીક લોકસભા બેઠકો પર કોંગ્રેસના સંભવિતોને લઇ ચર્ચા ચાલુ છે. ત્યારે કોંગ્રેસની સંભવિત યાદી પર એક નજર કરીએ. ઉત્તર પ્રદેશની ચારેય બેઠક પર કોંગ્રેસ ક્ષત્રિય ઉમેદવારની પસંદગી કરશે. જેમાં બનાસકાંઠામાં ઠાકોર, પાટણમાં ઠાકોર, મહેસાણા ઠાકોર સમાજને પ્રાધાન્ય મળી શકે છે. રાજ્યની રાજકીય લેબોરેટરી મહેસાણામાં ઠાકોર ઉમેદવાર હોઈ શકે છે.
મહેસાણામાં પટેલ ઉમેદવારની શક્યતા વધારે છે. જોકે, મહેસાણામાં બળદેવજી ઠાકરનું નામ પણ ચર્ચામાં છે. પરંતું જો મહેસાણામાં પાટીદાર ઉમેદવારની પસંદગી કરાય તો બળદેવજી ઠાકરને બનાસકાંઠા અથવા સાબરકાંઠાના ઉમેદવાર તરીકે જાહેર કરી શકાય છે. સાબરકાઠામાં ક્ષત્રિય ઉમેદવારની પસંદગી ચાલી છે. પાટણમાં ઠાકોર વર્સિસ ઠાકોરનો જોવા મળી શકે છે જંગ. જો ઠાકોરને ટિકિટ ન મળે તો રઘુ દેસાઈના નામ પર વિચારણા ચાલી રહી છે. પાટણ લોકસભા બેઠક માટે સિધ્ધપુરના પુર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને રધુ દેસાઇને ટીકીટ મળવાની શક્યતા છે. અમદાવાદ પૂર્વ પશ્ચિમ ગાંધીનગર, વડોદરા, સુરત જેવી મોટા શહેરોની આ બેઠકો માટે કોંગ્રેસ ઉમેદવારની પસંદગીની વધુ જટિલ બની શકે છે.
કારણ કે, અહીં ઉમેદવારની પસંદગી મોટો ટાસ્ક બની રહ્યો છે. શહેરી વિસ્તાર છે અને સામે ભાજપના મોટા માથા સામે ટક્કર ઝીલવી મુશ્કેલ બની શકે છે. બનાસકાંઠામાં કોંગ્રેસ ઠાકોર સમાજનો ચહેરો ઉતારી શકે છે. બનાસકાંઠા લોકસભા માટે ગેનીબેન ઠાકોર કોંગ્રેસની પહેલી પસંદ બની શકે છે. જો ગેનીબેનને ચૂંટણી લડાવે તો બનાસકાંઠામં મહિલા વર્સિસ મહિલાનો જંગ થઈ શકે છે. તો બીજી તરફ, રાહુલ ગાંધીની ન્યાય યાત્રાના ગુજરાત પ્રવેશ પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.
કોંગ્રેસની વિદ્યાર્થી પાંખના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં રાજીનામું આપશે. સક્રિય સિનિયર નેતાઓને અન્યાય અને બિન સક્રિય લોકોને હોદ્દા આપવા મુદ્દે કાર્યકરો કોંગ્રેસ સાથે છેડો ફાડશે. તેમનું કહેવું છે કે, ગ્રાઉન્ડ પર રહેલા વિદ્યાર્થી નેતાને તક નથી મળતી. વિદ્યાર્થી નેતાઓ પર થયેલા કેસનો નિકાલ નથી આવતો. જેવા મુદ્દે એનએસયુઆઇના હોદ્દેદારો નારાજ છે. ત્યારે રાજીનામા બાદ આગામી દિવસોમાં ભાજપમાં જોડાઈ શકે છે. રાહુલ ગાંધીની સ્વપ્ન સમાન NSUIમાં ગાબડું પડશે.
સાબરકાંઠા બેઠક પર રાજેન્દ્ર સિંહ કુંપાવત અને કમલેશ પટેલના નામની ચર્ચા
અમરેલી બેઠક પર ઠુમ્મર પરિવાર, પરેશ ધાનાણી અથવા તો પ્રતાપ દૂધાતના નામોની ચર્ચા
આણંદ લોકસભા બેઠક પર પૂર્વ કેન્દ્રીયમંત્રી ભરતસિંહ સોલંકીની શક્યતા
દાહોદ ચંદ્રિકાબેન બારીયા અથવા તો હર્ષદ નિનામાના નામ ચર્ચામાં
વલસાડ લોકસભામાં કિશન પટેલ અને ધારાસભ્ય અનંત પટેલની શક્યતા
બારડોલી લોકસભા માટે પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરી અને પૂર્વ મંત્રી રહેલ ડૉ.તુષાર ચૌધરીના નામની ચર્ચા
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500