બેંગલુરુ સાઉથ સીટથી બીજેપી સાંસદ તેજસ્વી સૂર્યાએ તેમના મોબાઈલ માંથી ખંડણી માટે કોલ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. એક અખબારી અહેવાલ મુજબ, ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે, તેજસ્વી સૂર્યાના મોબાઈલ ફોન પરથી ગુજરાતના ભારતીય જનતા યુવા મોરચા (BJYM)ના નેતાને પૈસા અને હીરા પડાવવા માટે કોલ કરવામાં આવ્યા હતા.
આ ફરિયાદ સાંસદના ખાનગી સચિવ તરફથી નોંધાવવામાં આવી છે. આ ફરિયાદમાં જણાવ્યું છે કે જ્યારે તેજસ્વી સુર્યા વ્યસ્ત હોય છે ત્યારે સાંસદનો ફોન સચિવ પાસે જ રહે છે. તેમણે કહ્યું કે તેઓ માત્ર સાંસદને આવતા કોલનો જવાબ આપે છે.ફરિયાદમાં સાંસદના સચિવે આરોપ લગાવ્યો છે કે,કોઈએ મોબાઈલ ફોન ચોરી લીધો હતો અને આ દરમિયાન પૈસા પડાવવા માટે કોલ કરવામાં આવ્યો હતો. થોડા સમય પછી ફોન પરત મૂકી દેવામાં આવ્યો હતો. ફરિયાદ અનુસાર, BJYMના ગુજરાત એકમના પ્રમુખ પ્રશાંત કરોતને ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાના મોબાઇલ ફોન પરથી કોલ આવ્યો હતો. જેમાં પ્રશાંત કરોત પાસે પૈસા અને હીરા આપવાની માંગણી કરવામાં આવી હતી.
આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે પ્રશાંત કરોતે બાદમાં ભાજપના સાંસદને ફોન કરીને આ વિશે જણાવ્યું.હાલ પોલીસ તપાસ કરી રહી છે. ભાજપના સાંસદે કહ્યું છે કે દોષિતોને બક્ષવામાં આવશે નહીં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500