ગુજરાત વિધાનસભા અધ્યક્ષ દ્વારા વિધાનસભાની કામગીરી માટે અલગ-અલગ 18 સમિતિની રચના કરાઈ છે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સભ્યોના નામ સામેલ કરાયા હતા. ત્યારે હવે વિધાનસભા અધ્યક્ષ દ્વારા બાકી રહેલી 14 કમિટીના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરાઈ છે. આ વખતે હિસાબ સમિતિમાં સત્તા પક્ષને સ્થાન મળતા અધ્યક્ષ તરીકે જીતુ વાઘાણીની નિમણૂક કરાઈ હતી. જ્યારે હવે 14 કમિટીના અધ્યક્ષની જાહેરાત કરાઈ છે.
14 કમિટીના અધ્યક્ષની નિમણૂક કરાઈ
મીડિયા અહેવાલ મુજબ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ માટેની સમિતિ અધ્યક્ષ તરીકે અલ્પેશ ઠાકોરની નિમણૂંક કરાઈ છે. જ્યારે બિન સરકારી સભ્યોના કામકાજ માટેની સમિતિના અધ્યક્ષ તરીકે હિરાભાઈ સોલંકી, ગૌણ વિધાન સમિતિના અધ્યક્ષ તરીકે અનિરુદ્ધ દવે, અનુસૂચિત જનજાતિના કલ્યાણ માટેની સમિતિના અધ્યક્ષ તરીકે અભયસિંહ તડવી, અનુસૂચિત જાતિઓના કલ્યાણ માટેની સમિતિના અધ્યક્ષ તરીકે માલતી મહેશ્વરીની નિમણૂક કરાઈ છે.
ઉપરાંત, નિયમો માટેની સમિતિના અધ્યક્ષ તરીકે કિરીટ પટેલ, મેજ પર મૂકવાના કાગડો માટેની સમિતિના અધ્યક્ષ શિવાભાઈ ગોહિલ,સદસ્ય નિવાસ સમિતિના અધ્યક્ષ કેશાજી ચૌહાણ,વિશેષ અધિકાર સમિતિના અધ્યક્ષ સંગીતા પાટીલ,ગ્રંથાલય માટેની સમિતિના અધ્યક્ષ તરીકે વિધાનસભા અધ્યક્ષ, સભ્યોની ગેરહાજરી બાબતેની સમિતિના અધ્યક્ષ તરીકે મહેશ કસવાલા,પગાર ભથ્થા અંગેના નિયમો માટેની સમિતિના અધ્યક્ષ તરીકે આરસી પટેલ અને અરજી સમિતિના અધ્યક્ષ તરીકે ગજેન્દ્રસિંહ પરમારની નિમણૂક કરાઈ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500