Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: ભાજપને સતાવી રહ્યો છે એક ડર, 2017ના આંકડા કરી રહ્યા છે પરેશાન

  • December 05, 2022 

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી તેના અંતિમ ચરણમાં પહોંચી ચુકી છે. આજે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે અને સાંજે 5 વાગ્યે મતદાન ખતમ થઈ જશે. આજે 14 જિલ્લાની 93 બેઠકોના 833 ઉમેદવારોનું ભવિષ્ય દાવ પર છે. ત્યારે ભાજપના પાર્ટીના ટોચના નેતૃત્વ મતદારોની માનસિકતા વિશે વધુ ચિંતિત જણાય છે. કારણ કે હવે પરિણામનો સમય નજીક આવી રહ્યો છે. પક્ષે ચૂંટણીમાં જીત મેળવવા માટે તમામ પ્રયાસો કરી લીધા છે.



ત્યારે ભાજપ NOTA અંગે વધુ ચિંતિત જણાય છે. જેનું મુખ્ય કારણ એ છે કે છેલ્લી ચૂંટણીમાં એટલે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં લગભગ 115 બેઠકો પર NOTAના મત ત્રીજા સ્થાને હતા.અગાઉ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પરના અંતિમ સ્લોટમાંથી NOTAને હટાવવા માટે ભાજપ દ્વારા નિષ્ફળ પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા. બીજેપી નેતાઓના જણાવ્યા અનુસાર, ઘણા લોકોએ તેને યાદીમાં નંબર એક માનીને છેલ્લી લાઇનમાં પોતાનો મત આપ્યો હતો. પાર્ટીના નેતાઓ સ્વીકારે છે કે તેમના કેડર અને બૂથ-સ્તરના કાર્યકરો માટે સૌથી મોટું કામ ભાજપની જીત વિશે "અતિ વિશ્વાસ" જગાડવાને બદલે મતદાનના દિવસોમાં મતદારોને ઘરની બહાર લાવવાનું છે.




2017ની ચૂંટણીમાં NOTAના આંકડા શું કહે છે

જો વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના આંકડાઓ પર નજર નાંખીએ તો ગુજરાત રાજ્યની કુલ 182 બેઠકોમાંથી 115 બેઠકોમાં NOTA ત્રીજા નંબરે હતું. ગુજરાતના લગભગ ત્રણ કરોડ મતદારોમાંથી લગભગ 5.51 લાખ અથવા 1.84 ટકા મતદારોએ NOTAને પસંદ કર્યું છે. ગુજરાતમાં NOTA નો કુલ મત હિસ્સો ભાજપ (49.05 ટકા) અને કોંગ્રેસ (41.44 ટકા) પછી ત્રીજા ક્રમનો સૌથી વધુ NOTA (1.84 ટકા) હતો. ગત ચૂંટણીમાં કુલ 794 અપક્ષોમાંથી માત્ર ત્રણ જ ચૂંટણી જીતી શક્યા હતા. તે એકમાત્ર જૂથ હતું જેણે NOTA કરતા વધુ વોટ શેર મેળવ્યા હતા.




ગુજરાત ચૂંટણી 2022

કેન્દ્રીય ચૂંટણી પંચ (ECI) એ 3 નવેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. ગુજરાતમાં બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે થયું હતું, જેમાં સૌરાષ્ટ્ર- કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર મતદાન કરવામાં આવ્યું હતું અને 63 ટકા મતદાન નોંધાયું હતું. જયારે આજે એટલે કે 5 ડિસેમ્બરે 14 જિલ્લાની 93 બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે. સાંજે 5 વાગ્યે મતદાન ખતમ થઈ જશે અને તમામ ઉમેદવારોનું ભાવિ EVMમાં બંધ થઈ જશે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનું પરિણામો 8 ડિસેમ્બરે જાહેર થશે. જણાવી દઈએ કે આ વર્ષે 4.9 કરોડથી વધુ મતદારો મતદાન કરવાના છે. ગુજરાત વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ 18 ફેબ્રુઆરી, 2023 ના રોજ સમાપ્ત થાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application