છેલ્લા ઘણા દિવસોથી બારડોલી બેઠક પર ભાજપના ઉમેદવારને લઇને અનેક અટકણો ચાલી રહી હતી. બારડોલી વિધાનસભા બેઠક પરથી 28 જેટલા લોકોએ ભાજમાંથી દાવેદારી કરી હતી. આ બેઠક પરથી 2012મા ઈશ્વર પરમારને ભાજપ દ્વારા દાવેદારી કરવાનો મોકો આપ્યો હતો. ત્યારે તેઓ 22,202 મતોથી વિધાનસભા બેઠક પરથી વિજય થયા હતા. બાદમાં ફરી સાફ છબી ધરાવતા ઈશ્વર પરમારને 2017માં પણ રિપીટ કરવામાં આવતા તેઓ 34,777 મતોથી વિજય થયા હતા. અને વિજય રૂપાણીની સરકારમાં ઈશ્વર પરમારને સામાજિક ન્યાય અને અધિકારીતાનાં કેબિનેટ મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી.
ફરી ત્રીજી વખત બારડોલી બેઠક પરથી ઈશ્વર પરમારની જ પસંદગી કરવામાં આવી છે. જે બાબતે તેઓને ટેલિફોનિક જાણ થતાં તેઓના બારડોલી સ્થિત કાર્યાલય ખાતે મોડી રાત્રે ફટાકડા ફોડી કાર્યકરોએ ઈશ્વર પરમારને ટીકીટ મળવા બદલ વધાવી લીધા હતા. જોકે હાલ ભાજપ દ્વારા કોઈ વિધિવત જાહેરાત કરવામાં આવી નથી પરંતુ મોડી રાત્રે ઈશ્વર પરમાર અને જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલની હાજરીમાં કાર્યકરોએ ઉત્સાહભેર ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application