ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય માહોલ ગરમ થઇ રહ્યો છે અને ક્યારેક એવા કિસ્સાઓ તેમજ બનાવો બને છે જેનાથી રાજકારણ વધુ ગરમ થાય છે. ગુજરાતમાં આજે એક એવી જ ઘટના બની છે. એક બાજુ ગુજરાતમાં કોંગ્રેસ તેમનો પ્રચાર સુસ્ત સ્તરે કરી રહી છે ત્યારે તેમના નેતા પર શાહી ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર આ ઘટના બની હતી.ગુજરાત કોંગ્રેસના દિગ્ગ્જ નેતા ભરતસિંહ સોલંકી પર શાહી ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
સૂત્રોમાંથી મળતા સમાચાર પ્રમાણે ભરતસિંહ સોલંકી પર પક્ષના જ યુવકે પ્રદેશ કાર્યાલય પર શાહી ફેંકવાનો પ્રયાસ કર્યો છે. એલિસબ્રિજ વિધાનસભાની ટીકીટને લઈને આ પ્રયાસ કરવામાં આવ્યો છે. રોમીલ સુથાર નામના યુવાને ભરતસિંહ સોલંકી પર શાહી ફેંકવાનો પ્રયાસ કર્યો છે. રોમીલ સુથાર રશ્મીકાંત સુથારનો પુત્ર છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તેની અટકાયત કરવામાં આવી હતી.
એલિસબ્રિજ બેઠક પરથી રશ્મીકાંત સુથારે ટીકીટ માંગી હતી. કેટલાક લોકો ભરતસિંહ સોલંકીને રજૂઆત કરવા માટે આવ્યા હતા અને ભરતસિંહ સોલંકી તેમની વાત સાંભળતા હતા તે દરમિયાન જ ભરતસિંહ સોલંકી પર રોમીલે શાહી ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. ભરતસિંહ સોલંકી ભૂતપૂર્વ કોંગ્રેસના કેન્દ્રીય મંત્રી રહી ચુક્યા છે અને કોંગ્રેસના દિગ્ગ્જ નેતા પણ છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસમાં આંતરિક કલેહ બહાર આવી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500