Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાત વિધાનસભા ઈલેક્શન 2022, અરવિંદ કેજરીવાલનો રોડ શૉ

  • November 07, 2022 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેરાત કરી દીધા બાદ રાજકીય માહોલ વધુને વધુ તેજ થઇ રહ્યો છે. ગુજરાતમાં એક પછી એક રાજકીય પક્ષો તેજ ગતિથી પ્રચાર કરી રહ્યા છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતમાં પ્રચારનો અંતિમ ચરણ ચાલી રહ્યો છે ત્યારે દરેક પક્ષ મતદારોને રીઝવવા માટે કમર કસી રહ્યા છે. ગુજરાતમાં આ વર્ષે ભારતીય જનતા પાર્ટીની, કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ દરેક બેઠક પરથી ચૂંટણી લડવાની છે. આજે ગુજરાતમાં નરેન્દ્ર મોદી પણ આવ્યા છે ત્યારે તે જ સમયે અરવિંદ કેજરીવાલ દ્વારા ભવ્ય રોડ શૉ કર્યો હતો. ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય સમીકરણો બદલી રહ્યા છે. એક પછી એક બધી જ જગ્યાઓ પર હજારોની સંખ્યામાં લોકો રોડ શોમાં ભાગ લઈ રહ્યા છે.


અરવિંદ કેજરીવાલનો ગુજરાતમાં હુંકાર-


જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઇસુદાન ગઢવીના નામની જાહેરાત કરવામાં આવી, ત્યારથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા ચરમ પર પહોંચી ચૂકી છે.

- આજે ગુજરાતના લોકો મોંઘવારીથી ત્રસ્ત છે, હું તમારો ભાઈ બનીને તમારી મોંઘવારી દૂર કરી દઈશ

- મને રાજનીતિ કરતા નથી આવડતી, મને ગુંડાગીરી કરતા નથી આવડતી, હું એક શિક્ષિત માણસ છું, મને કામ કરતા આવડે છે

- મોરબી દુર્ઘટના માટે જવાબદારોને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે

- મને સ્કૂલ બનાવતા આવડે છે, હોસ્પિટલ બનાવતા આવડે છું, દિલ્હીમાં પણ બનાવ્યા છે, પંજાબમાં પણ બનાવી રહ્યા છીએ, જો તમે તક આપશો તો હું ગુજરાતમાં પણ બનાવીશ

- હું તમને ખોટા વચનો આપતો નથી- આ વખતે ડબલ એન્જિન સરકારની જરૂર નથી, નવા એન્જિન સરકારની જરૂર છે

- મેં દિલ્હીમાં જે કામ કર્યું છે, મેં જે કામ કરીને બતાવ્યું છે તે જ કામ કરવાની વાત કરી રહ્યો છું

- સમગ્ર ગુજરાતમાં, હું જ્યાં પણ જાઉં છું ત્યાં પરિવર્તનની આંધી ચાલી રહી છે

- તમારો ભાઈ બનીને હું તમારી પાસે બસ એક મોકો માંગી રહ્યો છું, તમે આ લોકોને 27 વર્ષ આપ્યા, મને માત્ર 5 વર્ષ આપીને જુઓ

- અમે 10 લાખ સરકારી નોકરીઓ આપીશું

- ગુજરાતમાં પણ દિલ્હીની જેમ શાનદાર શાળા બનાવીશ. તમારા બાળકોને પણ સારું ભવિષ્ય આપીશ

- અમારી સરકાર બન્યા પછી રૂ.5 ની દવા હશે તે પણ મફત અને રૂ.10,00,000 નું ઓપરેશન હશે તો પણ મફતમાં થશે- અમારી સરકાર બન્યા પછી 1 માર્ચથી તમારું વીજળીનું બિલ હું ચૂકવીશ





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News