Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રિલાયન્સની જન્મભૂમિ ગુજરાત જિયો TRUE મેળવનાર ભારતનું પ્રથમ રાજ્ય

  • November 25, 2022 

રિલાયન્સની જન્મભૂમિ ગુજરાત જિયો TRUE મેળવનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. આજથી ગુજરાતનાં તમામ 33 જિલ્લામાં 5Gની શરૂઆત થઈ ગઈ છે એટલે કે હવે આજથી અમદાવાદમાં જીયો 5G ઉપલબ્ધ છે. આ 'Jio વેલકમ ઑફર' સાથે, યુઝર્સ 1Gbps+ સ્પીડ સાથે અમર્યાદિત 5G ડેટા મળશે. Jio હેલ્થકેર, એગ્રિકલ્ચર, ઈન્ડસ્ટ્રી 4.0 અને IoT સેક્ટરમાં સાચી 5G-સંચાલિત સિરીઝથી શરૂઆત કરશે. રિલાયન્સ માટે ગુજરાત ખાસ સ્થાન ધરાવે છે. રિલાયન્સની જાહેરાત મુજબ, આ 5G સ્પીડ ગુજરાત અને તેના લોકોને સમર્પિત છે. હવે રાજ્યનાં 33 જિલ્લા મથકોમાંથી 100 ટકા Jio True 5G કવરેજ ધરાવશે.




આ ટેક્નોલોજીથી દેશભરનાં લાખો વિદ્યાર્થીઓ ડિજિટલ માધ્યમથી ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકશે. 5જી નેટવર્ક પર તમને હાઈ સ્પીડ ઈન્ટરનેટ ઉપરાંત સારી ટેલિકોમ સર્વિસિસ અને કોલ કનેક્ટિવિટી મળશે. 5G ઈન્ટરનેટ સેવા શરૂ થવાથી લોકોનું કામ સરળ બનશે. અત્યારે માત્ર કેટલાક હેન્ડસેટ ઉપર જ આ સેવાઓ મળશે. 5G હશે એવા ફોનમાં પણ શક્ય છે કે જીયોની સેવા ચાલે નહિ. અગાઉ દિલ્હી NCRમાં 5G સેવા શરૂ કર્યા બાદ Jioએ પુણેમાં પણ 5G સેવા શરૂ કરી હતી. પુણેમાં રહેતા લોકો હવે 1 Gbps+ સ્પીડ સુધી અમર્યાદિત 5G ડેટાનો આનંદ માણી શકે છે. આ 5G સેવાઓ પુણેમાં 23 નવેમ્બરથી વપરાશકર્તાઓ માટે શરૂ કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application