સુરત-ભુસાવલ પેસેન્જર અને વલસાડ-વડોદરા ઇન્ટરસિટી ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોઇ દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રવાસીઓને મોટી રાહત મળી છે. સુરત અને વડોદરા વચ્ચે અપડાઉન કરતાં પાસ હોલ્ડરો માટે ફરી સુવિધા ઉપલબ્ધ બની છે. કોરોના કાળ અને ત્યારબાદ દેશમાં મોટા વીજ સંકટથી બચવા માટે પેસેન્જર ટ્રેનોની સેવા અટકાવી દેવાઈ હતી.
વીજ સંકટથી બચવા માટે કોલસાના હેરાફેરીની આવશ્યકતા હોવાથી આ નિર્ણય લેવાયો હતો. જોકે આમ છતાં હવે પ્રવાસીઓને સુવિધા મળે તે માટે આ પેસેન્જર ટ્રેનોને પૂનઃ શરૂ કરવાની સાથોસાથ ઝડપ પણ વધારવામાં આવી છે. વડોદરા વલસાડ ઇન્ટરસિટી હવે નવા નં.09161-62 અને સુરત-ભુસાવલ પેસેન્જર હવે નવા નં.19005-06 સાથે શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાથી પાસ હોલ્ડરો અને પ્રવાસીઓને મોટી રાહત મળી છે. આ સાથે સુરત ભુસાવલ પેસેન્જર અને મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ ટ્રેનની ઝડપ વધારવાનો નિર્ણય લેવાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application