મહાત્મા ગાંધીના પૌત્ર અરુણ મણીલાલ ગાંધી નું 89 વર્ષની વયે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં નિધન થયું છે. અરુણ ગાંધીના પુત્ર તુષાર ગાંધીએ મંગળવારે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. કહેવામાં આવી રહ્યું છે કે અરુણ ગાંધી છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. તુષાર ગાંધીએ જણાવ્યું કે તેમના પિતાના અંતિમ સંસ્કાર આજે જ કોલ્હાપુરમાં કરવામાં આવશે.
પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. અરુણ ગાંધીના પુત્ર તુષાર ગાંધીએ જણાવ્યું કે લેખક અને સામાજિક-રાજકીય કાર્યકર્તા અરુણ ગાંધીના અંતિમ સંસ્કાર આજે કોલ્હાપુરમાં કરવામાં આવશે. અરુણ ગાંધી સુશીલા અને મણિલાલ ગાંધીના પુત્ર હતા. અરુણ ગાંધી હવે તેમના પુત્ર તુષાર, પુત્રી અર્ચના, ચાર પૌત્રો અને પાંચ પૌત્ર-પૌત્રીઓ પરિવારમાં છે.અરુણ ગાંધી પોતાને 'પીસ ફાર્મર' કહેતા હતા. તેઓએ 'કસ્તુરબા, ધ ફર્ગોટન વુમન', 'ગ્રાન્ડફાધર ગાંધી' લખ્યા, આ સાથે તેમણે 'ધ ગિફ્ટ ઑફ એન્ગરઃ એન્ડ અધર લેસન્સ ફ્રોમ માય ગ્રાન્ડફાધર મહાત્મા ગાંધી' જેવા પુસ્તકો લખ્યા.
અરુણ ગાંધીનો જન્મ 14 એપ્રિલ 1934ના રોજ ડરબનમાં થયો હતો. તેઓ મણિલાલ ગાંધી અને સુશીલા મશરૂવાલાના પુત્ર હતા. અરુણ ગાંધી તેમના દાદાના પગલે ચાલ્યા અને સામાજિક કાર્યકર બન્યા. તેઓ વ્યવસાયે પત્રકાર પણ હતા. તેમના પિતા અહીં પ્રકાશિત થતા અખબાર ઈન્ડિયન ઓપિનિયનના સંપાદક હતા, જ્યારે તેમની માતા એ જ અખબારમાં પ્રકાશક હતા. અરુણ ગાંધીએ પાછળથી તેમના દાદાના માર્ગને અનુસર્યો અને સામાજિક-રાજકીય મુદ્દાઓ પર કાર્યકર્તા તરીકે કામ કર્યું.અરુણ ગાંધી 1987માં પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયા હતા. અહીં તેમણે તેમના જીવનના ઘણા વર્ષો મેમ્ફિસ, ટેનેસીમાં વિતાવ્યા. અહીં તેમણે ક્રિશ્ચિયન બ્રધર્સ યુનિવર્સિટીમાં અહિંસા સંબંધિત સંસ્થાની પણ સ્થાપના કરી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500