અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વેકેશન દરમિયાન ગામડાને જીવો, ગામડાને માણો નિવાસી કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આ વર્ષે પણ 'અનુભૂતિ ૨૦૨૩' વિષયક એક કેમ્પ, ડાંગ જિલ્લાના વસુર્ણા ગામે તેજસ્વિની સંસ્કૃતિ ધામ ખાતે આયોજિત કરાયો હતો. પાંચ દિવસીય આ કેમ્પમાં પાટણ, બનાસકાંઠા, જામનગર, દેવભૂમિ દ્વારકા, અને જૂનાગઢ જિલ્લાના પચાસ જેટલા વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા.
જેમણે તેજસ્વિની સંસ્કૃતિ ધમના હેતલ દીદીના સાનિધ્યે જ્ઞાન વર્ધન, ચરિત્ર નિર્માણ માટે સત્સંગ અને યોગ શિબિરનો લાભ મેળવ્યો હતો. શિબિરાર્થીઓએ આ પાંચ દિવસમા આહવા તાલુકાના વિવિધ ગામોની જાત મુલાકાત લઈ, ડાંગના ગામડાઓની પરંપરાઓ, સંસ્કૃતિ, અહીંની રહેણી-કરણીની અનુભૂતિ પ્રાપ્ત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500