Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નેત્રંગ તાલુકાના ગ્રામ સેવકોએ ઘાસચારો ભેગો કરી પૂર અસરગ્રસ્ત ગામડાંઓના પશુપાલકો સુધી પહોચાડ્યો

  • September 21, 2023 

ભરૂચ જિલ્લામાં પૂરથી ભરૂચ સહીત અંકલેશ્વર, ઝગડીયા, હાસોટ તાલુકાના વિસ્તારમાં અસર પહોંચાડી હતી. જનજીવન ખોરવાતા પશુઓના ઘાસચારા માટે પડતી જરૂરિયાતોને પૂરી કરવા ભરૂચ જિલ્લાના ખેતીવાડી વિભાગના અધિકારી અને નેત્રંગ તાલુકા વિસ્તરણ અધિકારીના માર્ગદર્શન હેઠળ નેત્રંગ તાલુકાના ૯ જેટલા ગ્રામ સેવકોએ વાલિયા અને નેત્રંગ તાલુકાના અલગ-અલગ ૧૫૦થી વધુ ખેડૂતો ભેગા થઈને ખેડૂતો પાસેથી ઘાસચારો ભેગો કર્યો હતો. આ દરમ્યાન ગ્રામસેવકોએ પણ શ્રમદાન કરી ઘાસચારો કાપીને ભેગો કરીને નેત્રંગ અને વાલિયા તાલુકામાંથી વાહન મારફતે ઝઘડિયા તાલુકાના, તરસાલી, કોઠીદરા અને ભાલોદ ગામના પશુપાલકો સુધી પહોંચાડયો હતો. પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા થતા મુંગા પશુઓ માટે વરદાનરૂપ સાબિત થયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application