એ.સી.બી દ્વારા લાંચિયાઓને ઝડપી પાડવા માટે કમર કસી છે અને સતત એક બાદ એક લાંચિયાઓને ઝડપી પાડી તેઓને સમાજની સામે ખુલ્લા પાડ્યા છે તેમ છતાં કેટલાક લાંચિયાઓ સુધારવાનું નામ લેતા નથી આજરોજ મહુલા તાલુકાનાં ગોપલા ગ્રામ પંચાયત તથા દેહવાસણ ગ્રામ પંચાયતના તલાટીને એ.સી.બી ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લાનાં મહુવા તાલુકાનાં ગોપલા ગ્રામ પંચાયત તથા દેહવાસણ ગ્રામ પંચાયત વિસ્તારમાં એક ઇજારદારે પ્રધાનમંત્રી જનમન આવાસ યોજના અંતર્ગત મંજુર થયેલ મકાનોનું બાંધકામ કરેલ હતું તે કામનાં નાણાં મેળવવા નિયમોનુસાર જરૂરી દસ્તાવેજો સાથે લાભાર્થીનાં ફોર્મ ભરી નાણાં મંજુર કરવા બીલ મુકવામાં આવેલ હતું.
જે ફોર્મમાં તલાટી કેયુર રમેશભાઈ ગરાસિયાએ સહી કરવાનાં અવેજપેટે રૂપિયા ૧૦,૦૦૦/-ની લાંચની માંગણી કરી હતી. જોકે ઈજારદાર લાંચની રકમ આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી.નો સંપર્ક કરી તલાટી વિરુદ્ધ ફરીયાદ આપી હતી. જેના આધારે બી.ડી.રાઠવા, પોલીસ ઇન્સ્પેકટર, નવસારી એ.સી.બી. તથા સ્ટાફએ લાંચનાં છટકાનું આજરોજ આયોજન કર્યું હતું. તે દરમ્યાન લાંચીયો તલાટી કેયુર રમેશભાઈ ગરાસિયા રૂપિયા ૮,૦૦૦/-ની માંગણી કરી લાંચની રકમ સ્વીકારતા એ.સી.બી. સ્ટાફના હાથે આબાદ ઝડપાઈ ગયો છે જેને લઈ લાંચિયાઓમાં ફફળાટ પ્રસરી જવા પામ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500