સોનગઢના ગામડાઓમાં જરૂરિયાતમંદોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અનાજ કીટ વિતરણ સમયે કોવિડ-19 ને ધ્યાનમાં રાખી સોસિયલ ડીસ્ટન્સ,સેનેટાઈઝર અને મોઢે માસ્કનો ફરજિયાતપણે ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સોનગઢ તાલુકાના ઘાસિયા મેઢા, વેન્કુર અને વાઘનેરા ગામના વિસ્તારોમાં તા.7મી સપ્ટેમ્બર નારોજ બીજલબેન જગડ, ઘાટકોપર-મુંબઈ,મૈશા બેન ગડા અને મીરાબેન ભાવસાર દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને લોક પરબ-ભટવાડાના સંયોજક જેતસીભાઈ ગ્રામશિલ્પીના માધ્યમથી અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જેમાં પરીવાર દીઠ ચાર કિલો ચોખા, બે લીટર તેલ, મગ, બે કિલો ખાંડ, ઘઉં-અઢી કિલો, એક કિલો મસૂર દાળ,સહિતની જીવન જરૂરીયાત અનાજની કીટ વિતરણનું કરવામાં આવ્યું હતું. વાહનની વ્યવસ્થાનો સહકાર રાજુભાઈ ખેરવાડાએ કર્યો હતો. જયસીંગભાઈ વસાવા (ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલના કાર્યકર્તા), જેનાભાઈ વસાવા અને સૌરવભાઈ વસાવાના હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓએ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500