Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

થરાદ-ડીસા હાઇવે પર ગોઝારો અકસ્માત : ટ્રક ચાલકે કારને અડફેટે લેતાં કારમાં સવાર 4 લોકોનાં ઘટના સ્થળે મોત

  • January 06, 2024 

બનાસકાંઠામાં એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. થરાદ-ડીસા હાઈવે પર ખોરડાં નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર પરિવારના ચાર સભ્યોના ઘટના સ્થળે મોત થયા હતા. ઊંઝાથી વાવ ઘરે પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. તમામ મૃતદેહોને પીએમ અર્થે ખસેડાયા છે. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.



થરાદ-ડીસા હાઈવે પર ખોરડા ગામ પાસે ગોઝારા અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મોત થયા હતા. ટ્રક ચાલકે કારને અડફેટે લેતા કારમાં સવાર એકજ પરિવારના 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે કારના ફુરચેફુરચા નીકળી ગયા હતા. ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. તમામ  મૃતક વાવના ડાભલિયા વાસના હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનાને પગલે પૂર્વમંત્રી અને જિલ્લા ભાજપના પ્રમુખ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application