સરકાર ચોખાના વધેલા ભાવને લઈને એક્શનમાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીયૂષ ગોયલ 15 જાન્યુઆરીએ બેઠક કરશે. ચોખાનો ફુગાવો લગભગ એક વર્ષથી બે આંકડામાં છે તેથી ચોખાની મોંઘવારી ઘટાડવા માટે ફરી કમર કસી છે. તારીખ 15 જાન્યુઆરીએ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ ઈન્ડસ્ટ્રી અને હિતધારકો સાથે બેઠક કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર 'ભારત ચોખા' લાવવાનો નિર્ણય પણ લઈ શકે છે.અહેવાલ અનુસાર પીયૂષ ગોયલ પ્રોસેસર્સ, નિકાસકારો અને વેપારીઓ સાથે બેઠક કરશે. ચોખાની કિંમત ઘટાડવા માટે આ બેઠકમાં અનેક પગલાં લેવાની યોજના છે. સરકાર રિટેલરને માર્જિન ઘટાડવા માટે પણ કહી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત બ્રાન્ડ હેઠળ ચોખાનું વેચાણ પણ શક્ય છે. જો આપણે ચોખાના ઓએમએસએસ ખરીદ ભાવ પર નજર કરીએ તો તે 3537 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે, જ્યારે વેચાણ કિંમત 2900 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. અત્રે નોંધનીય છે કે, એફસીઆઈ પાસે તારીખ 1 જાન્યુઆરી સુધી 180.5 લાખ ટન ચોખાનો સંગ્રહ છે. જ્યારે એફસીઆઈને મિલોમાંથી 332.7 લાખ ટન ચોખા મળશે, જ્યારે બફર સ્ટોક 76.1 લાખ ટન છે. સરકાર કોઈપણ કિંમતે ચોખાના ભાવ ઘટાડવા માંગે છે. ચોખાના પ્રોસેસિંગના ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. 29 રૂપિયાના ભાવે ચોખાની ખરીદી નથી થઈ રહી. જો સરકાર ભાવ ઘટાડશે તો ચોખાના ભાવમાં ઘટાડો થશે. આ સિવાય બજારમાંથી વચેટિયાઓને દૂર કરવાની તાતી જરૂર છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500