Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સરકારે TRB જવાનોને ફરજ પરથી મુક્ત કરવાનો નિર્ણય પરત લીધો, આંદોલનને પગલે સરકારની પીછેહઠ

  • November 24, 2023 

અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા 6 હજાર ઉપરાંત, જેટલા TRB જવાનોને ફરજ પરથી છુટા કરાવાના ડી.જી.પી.નાં હુકમને મામલો હવે ગંભીર સ્વરૂપ લઇ રહ્યો છે. જેમાં અમદાવાદ અને સુરતમાં TRB જવાનોએ કલેક્ટરને આવેદન આપીને ડી.જી.પી. તેમજ ગૃહ વિભાગ સામે આંદોલનના મંડાણ કર્યા છે. એવામાં હવે સરકાર તેમના નિર્ણયથી પીછેહઠ કરી છે. આ નિર્ણય સામે ઘણી મોટી અસર જોવા મળી અને ગૃહ વિભાગ સામે આંદોલનના પગલે હવે પ્રશાસન આ નિર્ણયને મોકૂફ રાખવામાં આવ્યો છે. કેટલાક દિવસથી ચાલતા આંદોલનનો અંત આવશે.



આ નિર્ણયથી આંદોલન પર ઉતરેલા જવાનો ફરીથી ફરજ પર પરત ફરશે. જોકે સરકારે કહ્યું કે, જે જવાનો પર નિયમભંગના ચાર્જ છે તેમને ફરજ પર પરત નહીં લેવામાં આવે. થોડા દિવસ પહેલા ડી.જી.પી. વિકાસ સહાયે એક પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં ચોક્કસ સમયથી વધારે સમય માટે ટ્રાફિક વિભાગમાં ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતા 6 હજારથી વધારે TRB જવાનોને તબક્કાવાર ફરજ પરથી છુટા કરીને તેમના સ્થાને નવી ભરતી કરવામાં આવે. ડી.જી.પી.ના આનિર્ણયના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જે અનુસંધાનમાં અમદાવાદ અને સુરતમાં આજે મોટાપ્રમાણમાં TRB જવાનોએ એકઠા થઈને વિરોધ પ્રદર્શન કરવાની સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને ડી.જી.પી.ના આ નિર્ણયને બદલવા માટે રજૂઆત કરી હતી. સાથેસાથે તેમણે ડી.જી.પી. અને ગૃહ વિભાગને એવી પણ રજૂઆત કરી છે કે તેમને છુટ્ટા કરવાને બદલે અન્ય પોલીસ સ્ટેશન કે અન્ય વિસ્તારમાં બદલી કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application