દિવાળી નજીક આવી રહી છે ત્યારે સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગેરકાયદે ભેટસોગાદ સ્વીકારાતી હોવા મામલે આ વર્ષે એસીબીએ આવા લોકોને પકડવા ખાસ વોચ ગોઠવી છે. અને એસીબીના દરેક પોલીસ મથકે એક ખાસ ટીમનું આયોજન કરવામાં આવ્યું છે. દિવાળીના તહેવાર દરમિયાન સીધી કે આડકતરી રીતે સરકારી કામકાજ સાથે સંકળાયેલા ધંધાર્થીઓ તરફથી ભેટ સોગાદ આપવાની વર્ષો જૂની પ્રથા છે.
શુભેચ્છા રૂપે આપવામાં આવતી ભેટસોગાદ એ ભ્રષ્ટાચારનો જ એક હિસ્સો છે. ઘણા કિસ્સામાં સરકારી અધિકારીઓ કે કર્મચારીઓને કિંમતી ચીજવસ્તુઓ ઉપરાંત વિદેશ આવવા જવાની હવાઈ મુસાફરી તેમજ મોંઘીદાટ હોટલોમાં રહેવાની સગવડ કરી અપાતી હોય છે. તેમજ ગીફટ વાઉચરો પણ ભેટમાં અપાય છે. આ પ્રકારની ભેંટ સોગાદો આપવા પાછળ સરકારી કામકાજમાં પોતાનો હેતુસિધ્ધ કરવાનો જ રહેલો હોવાનું એસીબીનું માનવું છે. જેથી લાંચિયા અધિકારીઓને પકડવા ખાસ યોજના બનાવાઈ છે.અને વધુ માં વધુ કેસો કરવા દરેક સરકારી કચેરી ખાતે ખાનગી રાહે વોચ રાખવામાં આવી રહી છે.
લાંચિયા બાબુઓની યાદી તૈયાર કરાઈ
સત્તાવાર મળતી માહીતી અનુસાર દિવાળીના નામે ભેટસોગાદ લઈ લાંચ લેનારા અધિકારીઓ અને કર્મચારીઓની એક અલાયદી યાદી તૈયાર કરવામાં આવી છે. તેમના રહેણાંક સ્થળે પણ ખાનગીમાં વોચ રખાઈ રહી છે. કોઈપણ અધિકારી/ કર્મચારી શુભેચ્છા રૂપે લાંચ લેતા ઝડપાશે તો સમજો મરી ગયા ! એટલે કે એસીબી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500