Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારત સરકારે ફ્લાઇટ દરમિયાન ફ્લાઇટમાં ઇન્ટરનેટના ઉપયોગ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી

  • November 06, 2024 

ભારત સરકારે ફ્લાઇટ દરમિયાન ફ્લાઇટમાં ઇન્ટરનેટના ઉપયોગ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે, જ્યારે એરક્રાફ્ટ 3,000 મીટર (લગભગ 9,843 ફીટ)ની ઉંચાઈએ પહોંચ્યું હોય અને ઈલેક્ટ્રોનિક ડિવાઈસનો ઉપયોગ કરવાની પરવાનગી હોય ત્યારે જ મુસાફરો ફ્લાઇટ દરમિયાન Wi-Fi દ્વારા ઇન્ટરનેટ સેવાઓનો ઉપયોગ કરી શકશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ નિર્દેશ ભારતીય એરસ્પેસમાં કાર્યરત તમામ ફ્લાઈટ્સ પર લાગુ થાય છે. ફ્લાઈટ એન્ડ મેરીટાઇમ કનેક્ટિવિટી રૂલ્સ, 2018 હેઠળ, સરકારે ભારતીય એરસ્પેસમાં એરક્રાફ્ટ 3,000 મીટરની ઉંચાઈએ પહોંચ્યા પછી જ મોબાઈલ કોમ્યુનિકેશન સેવાઓ પૂરી પાડવાની મંજૂરી આપી છે.


સ્થાનિક મોબાઇલ નેટવર્કમાં દખલગીરી ટાળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંદર્ભમાં, નવા સૂચિત નિયમોને ફ્લાઈટ એન્ડ મેરીટાઇમ કનેક્ટિવિટી (સુધારા) નિયમો, 2024 પ્રમાણે સરકારે નવા નિયમની સૂચના આપતા કહ્યું કે, 'પેટા-નિયમ (1) માં નિર્દિષ્ટ ભારતીય હવાઈ ક્ષેત્રમાં લઘુત્તમ ઉંચાઈને ધ્યાનમાં લીધા વિના, ફ્લાઈટમાં જયારે લેક્ટ્રોનિક ડિવાઈસનો ઉપયોગ કરવાની પરવાનગી મળે ત્યારે જ Wi-Fi દ્વારા ઈન્ટરનેટ સેવાઓ આપવામાં આવશે. સરકારે જણાવ્યું હતું કે આ ફેરફારોનો હેતુ ભારતીય એરસ્પેસમાં સલામતી અને નિયમનકારી ધોરણો જાળવવા માટે લેવામાં આવ્યો છે. આ સાથે કનેક્ટિવિટીની જરૂરિયાતને પણ બેલેન્સ કરી શકશે. તેમજ મુસાફરો ફ્લાઇટ દરમિયાન Wi-Fi સેવાઓનો ઉપયોગ કરી શકે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application