Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારત સરકારે ઈઝરાયલમા હાજર ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જાહેર

  • October 08, 2023 

ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે છંછેડાયેલી યુદ્ધ જેવી સ્થિતિ પર ભારત સતત નજર રાખી રહ્યું છે. હમાસના આતંકીઓએ ઈઝરાયલ પર હુમલો કરી દીધો અને ત્યારબાદ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક સંદેશ જારી કરી યુદ્ધની જાહેરાત કરી દીધી. ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ કહ્યું છે કે, હમાસે ઈઝરાયલ વિરુદ્ધ યુદ્ધ આરંભ્યું છે.



તેમાં ઈઝરાયલ જ જીતશે. દરમિયાન ભારત સરકારે ઈઝરાયલમાં હાજર ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. તેમાં સ્થિતિ પર નજર રાખવા અને સાવચેત રહેવા કહેવાયું છે. તેમાં જણાવાયું છે કે, સ્થાનિક ઓથોરિટીના સૂચન માનો અને કામ ન હોય તો બિનજરૂરી ઘરથી બહાર નીકળવાનું ટાળજો તથા સેફ્ટી શેલ્ટર્સની નજીક જ રહેવું. ભારતીય નાગરિકોને ઈઝરાયલી હોમ ફ્રન્ટ કમાન્ડની વેબસાઇટ જોવા કહેવાયું છે. ઈમરજન્સીમાં તેલ અવીવ સ્થિત ભારતીય દૂતાવાસનો સંપર્ક સાધવા જણાવાયું છે. દૂતાવાસનું હેલ્પલાઈન નંબર +97235226748 અને ઈમેલ આઈડી [email protected] પર સંપર્ક કરવા જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application