ક્રૂડની ઉથલપાથલમાં સરકારે તિજોરી ભરવા માટે લાગુ કરેલ વિન્ડફોલ ટેક્સ સહિતનાં ટેક્સમાં ફેરફાર કર્યો છે. સરકારે ડીઝલની નિકાસ પરના ટેક્સમાં ઘટાડો કરીને સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સમાં વધાર્યો કર્યો છે. સરકારી નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, સરકારી માલિકીની ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન જેવી કંપનીઓ દ્વારા ઉત્પાદિત ક્રૂડ ઓઈલ પરનો ટેક્સ તા.17 નવેમ્બરથી 9500 રૂપિયા પ્રતિ ટનથી વધારીને 10,200/- રૂપિયા પ્રતિ ટન કરવામાં આવ્યો છે.
વિન્ડફોલ ટેક્સના પખવાડિક સુધારામાં સરકારે ડીઝલની નિકાસ પરનો દર 13 રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડીને 10.5 રૂપિયા પ્રતિ લિટર કર્યો છે. ડીઝલ પરની વસૂલાતમાં 1.50 રૂપિયા પ્રતિ લિટર રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસનો સમાવેશ થાય છે. જેટ ફ્યુઅલ અથવા એટીએફ પર એક્સપોર્ટ ટેક્સ 1 નવેમ્બરના રોજ છેલ્લી સમીક્ષામાં 5 રૂપિયા પ્રતિ લિટર નક્કી કરવામાં આવ્યો હતો, જેમાં આ સમીક્ષામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ભારતે સૌપ્રથમ 1 જુલાઈના રોજ વિન્ડફોલ પ્રોફિટ ટેક્સ લાદ્યો હતો. પેટ્રોલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ પર 6 રૂપિયા પ્રતિ લિટર (12 ડોલર પ્રતિ બેરલ)ની એક્સપોર્ટ ડયૂટી અને ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લિટર (26 ડોલર પ્રતિ બેરલ)ની વસૂલવામાં આવતી હતી. સ્થાનિક ક્રૂડ ઉત્પાદન પર રૂપિયા 23,250 પ્રતિ ટન (40 ડોલર પ્રતિ બેરલ) વિન્ડફોલ પ્રોફિટ ટેક્સ પણ લાદવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500